જામનગર: ધ્રોલ પંથકમાંથી ગુમ થયેલી સગીરા મળી આવી : આરોપીની ધરપકડ
અંકલેશ્વરમાંથી શોધી કાઢ્યા : સગીરાની તબીબી તપાસ બાદ કલમો ઉમેરવાની કાર્યવાહી
ધ્રોલ તાલુકાના સોયલ પંથકમાંથી આશરે ચાર માસ પહેલાં સગીરાનું અપહરણ થયાના બનાવમાં ધ્રોલ પોલીસે વણશોધાયેલા ગુનાનો ભેદ ઉકેલી સગીરા તથા આરોપીને ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાંથી શોધી કાઢ્યા છે. પોલીસે આરોપીની ધરપકડ કરી સગીરાની તબીબી તપાસ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ.ની કલમ ૧૩૭(૨) તથા ૮૭ હેઠળ સગીરાના અપહરણ અંગે ગુનો નોંધાયો હતો. સગીરા તથા આરોપીની શોધખોળ માટે પોલીસ દ્વારા સતત તપાસ હાથ ધરવામાં આવી રહી હતી. દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજેશભાઇ મકવાણા, કલ્પેશભાઇ કામરીયા, હરદેવસિંહ જાડેજા સોલંકી તથા પોલીસ કોન્સ્ટેબલ રઘુવીરસિંહ જાડેજાને બાતમી મળી હતી કે સગીરા અને આરોપી ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે હરીમંગલ સોસાયટીમાં રહે છે.
બાતમીના આધારે ધ્રોલ પોલીસની ટીમ અંકલેશ્વર પહોંચી હતી અને તપાસ હાથ ધરી આરોપી રોહીત ભરતભાઇ મણવર (ઉ.વ.૨૪) તથા સગીરાને શોધી કાઢી ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા. આરોપી મૂળ રોજીયા ગામ, તા.ધ્રોલનો હોવાનું અને અંકલેશ્વરમાં મજૂરી કામ કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
પોલીસના જણાવ્યા મુજબ આરોપીએ સગીરાને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી પોતાના સાથે લઇ ગયો હતો. ત્યારબાદ અંકલેશ્વરમાં ભાડાના મકાનમાં સગીરાને પોતાની સાથે રાખી પોતાની ઓળખ છુપાવી મજૂરી કામ કરતો હતો. આ દરમિયાન સગીરા સાથે અનેક વખત દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ છે.
સગીરાના નિવેદન તથા તબીબી તપાસ સહિતની કાર્યવાહી બાદ પોલીસે આરોપી વિરુદ્ધ કલમો ઉમેરવાની કાર્યવાહી કરવામાં આવશે તેમજ આરોપીને અદાલત સમક્ષ રજૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
