જામનગર જિલ્લામાં 368 વાજબી ભાવની દુકાનો ખાતે 12 હજારથી વધુ લાભાર્થીઓએ પ્રગટાવ્યો ‘આશીર્વાદનો દીવો’

  • September 18, 2026 10:30 AM 

જામનગર જિલ્લામાં 368 વાજબી ભાવની દુકાનો ખાતે 12 હજારથી વધુ લાભાર્થીઓએ પ્રગટાવ્યો ‘આશીર્વાદનો દીવો’

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ યોજાયો; ચાર હજાર જેટલા લાભાર્થીઓને એન.એફ.એસ.એ. યોજના હેઠળ અનાજનું વિતરણ કરાયું

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવનમાં સેવા અને સમર્પણના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર રાજ્યમાં તા. ૧૭ સપ્ટેમ્બરથી તા. ૧૭ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન ‘સેવા સંકલ્પ અભિયાન’ યોજાઈ રહ્યું છે. જેના ભાગરૂપે જામનગર જિલ્લામાં જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પુરવઠા વિભાગના ઉપક્રમે આજે સાંજે ૭:૦૦થી ૮:૦૦ કલાક દરમિયાન ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમ અંતર્ગત જામનગર જિલ્લામાં પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારની કુલ 368 વાજબી ભાવની દુકાનો ખાતે મોટી સંખ્યામાં લાભાર્થીઓ દ્વારા ‘આશીર્વાદનો દીવો’ પ્રગટાવવામાં આવ્યો હતો. જિલ્લામાં કુલ 12,880 લાભાર્થીઓ દ્વારા દીવડા પ્રગટાવી સેવા, સમર્પણ અને જનકલ્યાણની ભાવનાને ઉજાગર કરવામાં આવી હતી.

આ સાથે કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના કુલ 4 હજારથી વધુ લાભાર્થીઓને એન.એફ.એસ.એ. યોજના હેઠળ અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું. આમ, ‘એક દીવો આશીર્વાદનો’ કાર્યક્રમ દ્વારા વાજબી ભાવની દુકાનો સાથે જોડાયેલા લાભાર્થીઓમાં સેવા અને લોકકલ્યાણની ભાવનાનો સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો.

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં ‘આશીર્વાદનો દીવો’ પ્રગટાવી લાભાર્થીઓએ વડાપ્રધાનના 25 વર્ષના સુસાશન અંગેની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application