જામનગર: ૧૫૦૦ વર્ષથી વધુ સમયથી કંકાવટી તટે બિરાજતા દાદાના પરચા અપરંપાર
આસ્થાનું પવિત્ર ધામ હડીયાણાનું કાશી વિશ્ર્વનાથ મહાદેવ મંદિર
બખાન ક્યા કરૂં મેં રાખો કે ઢેર કા ચપટી ભભૂત મેં હૈ ખજાના કુબેર કા
જોડિયાના હડીયાણા ગામની ઓળખ એટલે પૌરાણિક કાશી વિશ્વનાથ મંદિર હડીયાણા ગામની કંકાવટી નદી તટે બિરાજે છે ભોળોનાથ હડીયાણાના ગ્રામદેવતા એટલે કાશી વિશ્વનાથ મહાદેવ. ઐતિહાસિક લોકવાયકા મુજબ અલ્લાઉદ્દીન ખીલજીના સેનાપતિ અલકખાન તેના જંગી લશ્કરી કાફલા સાથે હડિયાણાના કાશિ વિશ્વનાથ મંદિરને લુંટવા માટે આવ્યો તેમની એક ખાસિયત હતી લુંટની નગારૂ વગાડીને બધાને જાણ કરતો, આ સમયે કાશી વિશ્વનાથ મંદિરમાં દાદાની ભક્તિ પુજા-પાઠ કરતા નાગાજી સાધુને નગારૂ વગાડતા લૂંટ કરવાની જાણ થતાં કાશી વિશ્વનાથ દાદાને પ્રાર્થના હાથમાં તલવાર લઈને કરી કે મંદિરમાં લૂંટાય તે પહેલાં હું કમળ પૂજા કરીશ.
કાશી વિશ્વનાથ દાદાએ પ્રાર્થના સાંભળી દાદાના પોઠીયાના કાનમાંથી, મુખમાંથી અસંખ્ય ભમરાઓ લૂંટ કરવા આવનાર સૈનિકો પર તૂટી પડયા અને લશકરને ઊભી પૂંછડીએ નગારૂ પણ પડતું મુકીને ભાગવું પડ્યું હતું.આવી રીતે દાદા કાશી વિશ્વનાથે મંદિરને લૂંટતુ બચાવ્યું હતું આજે પણ નાગાજી સાધુની તલવાર અને નગારૂ મંદિરમાં મોજુદ છે.
જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં આવેલ હડિયાણામાં કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર સ્થાનિક શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું મહત્વનું કેન્દ્ર માનવામાં આવે છે. શ્રાવણ માસ દરમિયાન ખાસ કરીને અહીં ભક્તિનો માહોલ જોવા મળે છે. વહેલી સવારથી જ ભક્તો ભગવાન શિવના દર્શન, જળાભિષેક અને પૂજન માટે ઉમટી પડે છે.
વિશાળ પરિસરમાં કાશીવિશ્વનાથ મહાદેવની સાથોસાથ અનેક દેવીદેવતાઓ પણ બિરાજમાન છે, જેમાં કાલ ભૈરવ દાદા,હનુમાનજી મહારાજ, અંબે માતાજીનો સમાવેશ થાય છે મહિનો ભગવાન શિવને સમર્પિત માનવામાં આવે છે. આ માસ દરમિયાન સોમવાર, પ્રદોષ અને અન્ય પવિત્ર દિવસોએ શિવમંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના થાય છે. હડિયાણાના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં પણ શ્રાવણ દરમિયાન ભક્તો દ્વારા જળ, દૂધ, બિલ્વપત્ર અને પુષ્પ અર્પણ કરવાની પરંપરા જોવા મળે છે. પહર હર મહાદેવથના જયઘોષથી મંદિર પરિસર ભક્તિમય બની જાય છે.
ગામની ધાર્મિક ઓળખનું પ્રતીક મંદિરની સાચી વિશેષતા માત્ર તેની ઇમારતમાં નહીં, પરંતુ તેની સાથે જોડાયેલી શ્રદ્ધામાં રહેલી છે. ગામના વડીલો પાસેથી મળતી પરંપરાગત વાતો, ધાર્મિક પ્રસંગો અને ભક્તોની આસ્થા મંદિરની ઓળખને જીવંત રાખે છે. નવી પેઢી પણ આવા ધાર્મિક સ્થળો દ્વારા પોતાના ગામની પરંપરા, સંસ્કૃતિ અને આધ્યાત્મિક વારસાથી પરિચિત બને છે. મંદિરો ગામના ઇતિહાસના મૌન સાક્ષી પણ બને છે. સમય બદલાતો રહે છે, પરંતુ ભક્તિની પરંપરા સતત આગળ વધતી રહે છે.
હડિયાણાનું કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પણ સ્થાનિક લોકોની આસ્થા,સંસ્કૃતિ અને શિવ પરંપરાનું એક પવિત્ર પ્રતીક છે.મહા શિવરાત્રીએ કાશિ વિશ્વનાથ મહાદેવની હડીયાણામાં ભવ્ય (વરણાગી) શોભાયાત્રા નીકળે છે જેમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો મહાદેવ હરના નાદ સાથે જોડાય છે.
હડિયાણાનું કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર આમ માત્ર એક ધાર્મિક સ્થળ નહીં, પરંતુ સ્થાનિક આસ્થા અને પરંપરાનું જીવંત કેન્દ્ર છે. શ્રાવણ હોય કે મહાશિવરાત્રી, ભક્તિનો પ્રસંગ હોય કે સામાન્ય દિવસમહાદેવના દ્વારે આવતી શ્રદ્ધા આ સ્થાનને સતત જીવંત રાખે છે. પહર હર મહાદેવથના નાદ સાથે હડિયાણાનું આ પવિત્ર ધામ શિવભક્તિની પરંપરાને આગળ ધપાવતું રહે છે.
રાજા ગોળજી તથા પંડિત કાન્હાજી દ્વારા વિક્રમ સવંત ૫૭૭માં કરાયો હતો જિર્ણોદ્ધાર:
લોકવાયકા મુજબ કાશી વિશ્વનાથ મંદિરનો રાજા ગોળજી તથા પંડિત કાન્હાજી દ્વારા વિક્રમ સવંત ૫૭૭માં જિર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો એટલે હાલારના ઝીણાવારી ગોપનાથ મહાદેવ,સડોદરના ફુલનાથ મહાદેવ, લાલપુર ઢાઢંર નદી તટે બિરાજતાં ભોળેશ્વર મહાદેવની જેમ જ હડીયાણાનું કાશિ વિશ્વનાથ મહાદેવ મંદિર પણ પૌરાણિક મંદિર છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસુરતમાં ગણેશજીના આગમનમાં ભીડ બેકાબૂ બની, ધક્કામુકી થતા અનેક શ્રદ્ધાળુઓ ને બાળકો દબાયા
August 24, 2026 01:34 PMપોરબંદર વનવિભાગ દ્વારા એક જ દિવસમાં બે મગરનું રેસ્કયુ
August 24, 2026 01:25 PMAAPના ધારાસભ્ય ચૈતર વસાવાને ઝટકો, ગુજરાત હાઈકોર્ટે જામીન અરજી ફગાવી; જાણો શું છે સમગ્ર મામલો
August 24, 2026 01:22 PMજામનગર: જોગવડમાં ટાયરમાં પથ્થર રાખવા જતા ટ્રક ફરી વળતા યુવાનનું મૃત્યુ
August 24, 2026 01:21 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
