જામનગરના દરેડમાં યુવાનની હત્યા પ્રકરણમાં આરોપીઓની અટક
ઉછીના રૂપિયા ન આપતાં યુવકને ઢોરમાર મારી ઢીમ ઢાળી દીધું : ચાર સામે હત્યા અંગેનો ગુનો નોંધાયો
જામનગરના દરેડ વિસ્તારમાં ઉછીના રૂપિયા આપવાનો ઇનકાર કરનાર ૨૮ વર્ષીય યુવકને તેના જ મિત્રોએ લાકડાના ધોકા અને ઢીકાપાટુનો માર મારતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારબાદ સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયેલા યુવકનું સારવાર દરમિયાન મોત નીપજતાં પોલીસે ચાર શખ્સો સામે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી દરમ્યાનમાં આરોપીઓની અટક કરવામાં આવી હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યુ છે.
પોલીસ ફરિયાદ મુજબ મૂળ બિહારના પટના જિલ્લાના વતની અને હાલ દરેડમાં મજૂરી કામ કરતા સુગ્રીમકુમાર વર્માના સાળા સૂર્યકાન્ત ઉર્ફે સુર્યા બિટેશ્વર પ્રસાદ (ઉ.વ.૨૮) દરેડમાં રહી મજૂરી કરતા હતા. તા.૨૪ સપ્ટેમ્બરની રાત્રે આશરે નવ વાગ્યાના
અરસામાં તેઓ દરેડમાં વાછરા દાદાના મંદિર પાસે આવેલા સ્મશાનમાં પોતાના મિત્રો સાથે બેઠા હતા.દરમિયાન સૂર્યકાન્તના મિત્ર વિમલ પરમારે તેની પાસે ઉછીના રૂપિયા માંગ્યા હતા. જોકે, સૂર્યકાન્તે રૂપિયા આપવાનો ઇનકાર કરતાં વિમલ પરમાર, ખોડાભાઈ ઉર્ફે ખોળુ અને વિરમ ઉર્ફે રાધે સહિતના ત્રણ શખ્સોએ મળી સૂર્યકાન્તને લાકડાના ધોકા તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ ત્યાં આવેલા રવીરાજસિંહ કંચવાએ પણ સૂર્યકાન્તને ઢીકાપાટુનો માર માર્યાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે.
ચારેય શખ્સોએ ગંભીર માર માર્યા બાદ સૂર્યકાન્તને ત્યાં જ છોડી જતા રહ્યા હતા. બીજા દિવસે પરિવારજનોને ઘટનાની જાણ થતાં તેને સ્મશાનમાંથી લઈ આવી રહેણાકના સ્થળે લાવવામાં આવ્યો હતો. સૂર્યકાન્તે પરિવારજનોને તેની સાથે બનેલી ઘટનાની વાત પણ કરી હતી. ગંભીર હાલત હોવાથી તેને પ્રથમ દરેડની ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાવી હતી. જોકે, તબિયતમાં સુધારો નહીં થતાં બાદમાં ૧૦૮ મારફતે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
જી.જી. હોસ્પિટલમાં સારવારમાં લઇ જતા સૂર્યકાન્તનું મૃત્યુ નીપજ્યું હતું, જેથી આ બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી કોલ્ડરૂમમાં રાખ્યો હતો. આ બનાવ અંગે ફરિયાદીના નિવેદનના આધારે વિમલ પરમાર, ખોડાભાઈ ઉર્ફે ખોળુ, વિરમ ઉર્ફે રાધે અને રવીરાજસિંહ કંચવા સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૩(૧), ૩(૫) તથા જી.પી. એક્ટની કલમ ૧૩૫(૧) હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
