ઓખા નગરપાલિકાની ચુંટણી માટે ભાજપે ૩૬ ઉમેદવારોનાં નામ કર્યા જાહેર
રર નવા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા: ભાડથર જિલ્લા પંચાયતની પેટા ચુંટણીમાં ભાજપે માલતીબેન કંડોરીયાને ઉમેદવાર તરીકે કર્યા જાહેર
ઓખા નગરપાલિકા અને ભાડથર જિલ્લા પંચાયતની એક બેઠકની પુટા ચુંટણી માટે દ્વારકા જિલ્લા ભાજપે ઉમેદવારો જાહેર કર્યા છે જેમાં ઓખા નગરપાલિકામાં ૩૬ ઉમેદવારો પૈકી રર નવા ચહેરાઓ તથા ભાડથર જિલ્લા પંચાયતની એક બેઠકની પેટા ચુંટણી માટે જામખંભાળીયાના સેવાભાવી તબીબ સ્વ. પી.વી.કંડોરીયાના પત્ની માલતીબેન કંડોરીયાને મેદાનમાં ઉતાર્યા છે.
ઓખા નગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પક્ષ દ્વારા કુલ ૩૬ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ૨૨ નવા ચહેરાઓને તક આપવામાં આવી હોવાનું યાદી પરથી સામે આવ્યું છે. વોર્ડ નં. ૧થી ૯ સુધીના ઉમેદવારોના નામ જાહેર થતાં સ્થાનિક રાજકારણમાં ચૂંટણીલક્ષી ગતિવિધિઓ તેજ બની છે.
દ્વારકા જિલ્લા ભાજપ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારોમાં વોર્ડ નં. ૧
વોર્ડ નં. ૧ અમિતાબેન અજયભાઈ જટાણીયા, હેમાબેન હસમુખભાઈ ગોસાઈ, નવીનભાઈ બાબુભાઈ ગોહેલ, નિહાર ભાસ્કરભાઈ મોદી, વોર્ડ નં. ૨ સુરીબેન કયાભાઈ કેર, ફરીદાબેન સુલેમાન એમ, લાખાભાઈ હસ્સુરભાઈ ચાનપા, ફિરોજ સુમારભાઈ ફુરેશી, વોર્ડ નં. ૩, ઉષાબેન સુરેશભાઈ ગોહેલ, સીમાબેન કિશોરભાઈ માણેક, વિજયભાઈ નારણભાઈ પાંજરેવાળા, ફિરોજ નુરમામદ સીધી, વોર્ડ નં. ૪ હીનાબેન સુનીલભાઈ નિમાવત, દક્ષાબેન સુભાષભાઈ ચૌહાણ, મિલન મુકેશભાઈ વારિયા, ચેતનભા ભાવસિંગભા માણેક, વોર્ડ નં. ૫, સોનલબેન રમેશભાઈ ચૌહાણ, વિભાબેન આશિષભાઈ વ્યાસ, અસગર ઈશાક સુલાણીયા, અલાના હસન થેમ, વોર્ડ નં. ૬ મંગુબેન હમીરભા માણેક, બિનાભાઇ બુધ્ધાભા ભડક, અરવિંદભાઈ વાલજીભાઈ ચાવડા, હરીશ આલાભાઈ ખાંભલા વોર્ડ નં. ૭, કંચનબેન કિશોરભાઈ અગ્રાવત, શારદાબેન નિલેશભાઈ પરમાર, આશાભાઈ સાજણભાઈ હાથીયા, મધુદિન બખુભાઈ સોરા, વોર્ડ નં. ૮, દેવલબેન દીપક ભટ્ટ, આરતીબેન બીપીનભાઈ સમાણી, માલાભા પુનાભા માણેક, કમલેશભાઈ પીથીભાઈ રોશિયા વોર્ડ નં. ૯ નીરૂબેન આશાભા કેર, જયોત્સનાબેન જગદીશભાઈ ચાનપા, કેતુશા લક્ષ્મણ હાયલ, હાડાભા બાબુભા માણેકનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ઉમેદવારોની યાદી જાહેર થતાં હવે ઓખા નગરપાલિકા ચૂંટણી માટે રાજકીય પક્ષોની તૈયારીઓ વધુ વેગ પકડે તેવી સ્થિતિ સર્જાઈ છે. વિવિધ વોર્ડમાં ઉમેદવારો દ્વારા મતદારોનો સંપર્ક અને ચૂંટણીપ્રચારની ગતિવિધિઓ પણ આગામી દિવસોમાં તેજ બનવાની શક્યતા છે.
ખંભાળિયા તાલુકાની ભાડથર જિલ્લા પંચાયત બેઠકની આગામી પેટા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવાર તરીકે માલતીબેન કંડોરીયાના નામની સત્તાવાર જાહેરાત કરી છે. માલતીબેન કંડોરીયા આ બેઠકના તત્કાલીન સદસ્ય તથા સેવાભાવી તબીબ સ્વ. ડો. પી.વી. કંડોરીયાના પત્ની છે.
સ્વ. ડો. પી.વી. કંડોરીયાના અવસાનને તા. ૨૪ સપ્ટેમ્બરના રોજ બે માસ પૂર્ણ થયા હતા. આ નિમિત્તે ભાજપ દ્વારા ભાડથર જિલ્લા પંચાયત બેઠકની પેટાચૂંટણી માટે તેમના ધર્મપત્ની માલતીબેન કંડોરીયાને ઉમેદવાર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.
ઉમેદવારીની જાહેરાત બાદ, મહામંત્રી રાજુભાઈ ભરવાડ સહિતના ભાજપના આગેવાનો માલતીબેન કંડોરીયાના નિવાસસ્થાને પહોંચ્યા હતા. અહીં સ્વ. ડો. પી.વી. કંડોરીયાને શ્રદ્ધાસુમન અર્પણ કરી તેમના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. ભાડથર બેઠક પર હવે પેટાચૂંટણીનો રાજકીય માહોલ ગરમાવાની શરૂઆત થઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
