ભાણવડ: ભણગોર ગામે ૬૦ ફૂટ ઊંડા કૂવામાં પડેલા આક્રમક નંદીનું રેસ્કયુ કરાયું

  • September 22, 2026 01:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાણવડ: ભણગોર ગામે ૬૦ ફૂટ ઊંડા કૂવામાં પડેલા આક્રમક નંદીનું રેસ્કયુ કરાયું
 
ભણગોર ગામના વાડી વિસ્તારમાં રાત્રિ દરમિયાન એક ધણખૂટ ૬૦ ફૂટ ઊંડા અવાવરું કૂવામાં ખાબક્યો હતો. સવારે જાણ થતાં વાડી માલિકે લાલપુર સ્થિત શ્રી વછરાજ ગૌશાળા અને ભાણવડના એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ નો સંપર્ક કર્યો હતો. 
​​​​​​​
કૂવામાં પડેલ નંદી અત્યંત ભયભીત અને આક્રમક હોવા છતાં, બંને સંસ્થાઓના ગૌસેવકોએ જીવના જોખમે કૂવામાં ઊતરીને સાહસિક કામગીરી હાથ ધરી હતી. 
સતત ૪ થી ૫ કલાકની ભારે મથામણ બાદ ધણખૂટને સુરક્ષિત રીતે બાંધી, એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટની અત્યાધુનિક હાઇડ્રોલિક એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા બહાર કાઢી નવજીવન આપવામાં આવ્યું હતું. બંને સંસ્થાના ગૌસેવકોની આ સરાહનીય કામગીરીને ગ્રામજનોએ મુક્ત મને બિરદાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application