ખંભાળિયા મકાનમાં ખાતર પાડી રૂ. ૭.૭૦ લાખની ચોરી
મકાન માલિક સુરત ગયા બાદ ચોરીનો આપ્યો અંજામ: આરોપી તરીકે ભત્રીજાનું નામ ખુલ્યું
ખંભાળિયા શહેર નજીકના શક્તિનગર વાડી વિસ્તારમાં રહેતા એક સતવારા યુવાનના બંધ રહેણાંક મકાનમાં તસ્કરે ખાતર પાડી, આ મકાનના કબાટમાં રહેલા સોના-ચાંદીના દાગીના તથા રૂ. ૧.૪૦ લાખની રોકડ રકમ સહિત કુલ રૂપિયા ૭.૭૦ લાખનો મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ પ્રકરણમાં પોલીસે તાકીદની કાર્યવાહી કરી, ચોરી સંદર્ભે ફરિયાદીના ભત્રીજાની અટકાયત કરી હતી.
આ ચકચારી પ્રકરણ અંગે પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયા શહેર નજીકના શક્તિનગર વિસ્તારમાં આવેલા પાંચ વાડી ખાતે રહેતા અને સુરતના પૂર્ણા ગામ ખાતે પ્રણામ એપાર્ટમેન્ટમાં ફ્લેટ ધરાવતા તથા કડિયા કામ કરતા સતવારા ગોવિંદભાઈ વાલજીભાઈ નકુમ (ઉ.વ. ૩૬) ના બે પુત્રો સુરત શહેર ખાતે અભ્યાસ કરે છે. સંયુક્ત કુટુંબમાં રહેતા ગોવિંદભાઈ નકુમ ગત તા. ૪ ઓક્ટોબરના રોજ તેમના માતા સાથે સુરત જવા નીકળ્યા હતા.
આ પછી તેઓ ગઈકાલે શનિવારે સાંજના સમયે પરત આવીને જોતા તેમના રહેણાંક મકાનમાં ચોરી થયાનું ખુલવા પામ્યું હતું. તા. ૪ થી ૧૦ ઓક્ટોબર સાંજ સુધીના સમયગાળા દરમિયાન કોઇ શખ્સે રસોડાની બંને બારીઓ તોડી, રૂમના દરવાજા પાસેનો આગળિયો કાપી અને રૂમમાં પ્રવેશ કર્યો હતો. અહીં રહેલા કબાટને વેરવિખેર કરી, તેમાં રાખવામાં આવેલા રૂ. ૧,૪૦,૦૦૦ રોકડા તેમજ રૂ. અઢી લાખની કિંમતનો આશરે અઢી તોલા સોનાનો એક ચેન, રૂ. એક લાખની કિંમતની એક તોલા સોનાના ચૂડલાની એક જોડી, રૂ. ૫૦,૦૦૦ ની કિંમતની અડધા તોલા સોનાની બુટીની એક જોડી, રૂ. ૫૦,૦૦૦ ની કિંમતની સોનાની એક જોડી બુટ્ટી ઉપરાંત સોનાના નાના બે નંગ પેન્ડલ, સોનાની વીંટી, સોનાના દાણા, બે જોડી ચાંદીના સદરા, ચાંદીનું મંગલસૂત્ર, ૧૨ નંગ ચાંદીની લકી, ચાંદીની ૮ નંગ ચેન, ચાંદીના કંદોરા, ચાંદીના છમછમીયા, ચાંદીની માછલી, ચાંદીની પુરુષોની વીંટી, ચાંદીની બંગડી, ચાંદીની કડલી, ચાંદીની લેડીઝ વીંટી, કાનમાં પહેરવાની ચાંદીની કડલી, વિગેરે ૧૯ પ્રકારનો મુદ્દામાલ ચોરી થયા હોવાનું જાહેર થયું છે.
આમ, બંધ રહેલા રહેણાંક મકાનમાંથી કુલ રૂપિયા ૭,૬૯,૫૦૦ નો મુદ્દામાલ ચોરી થવા સબબ ખંભાળિયા પોલીસે ગોવિંદભાઈ નકુમની ફરિયાદ પરથી વિધિવત રીતે ગુનો નોંધ્યો છે. આ ચોરી પ્રકરણ સંદર્ભે આરોપી તરીકે આ જ વિસ્તારમાં રહેતા ફરિયાદીના ભત્રીજા ઋત્વિક નીતિનભાઈ નકુમ (ઉ.વ. ૨૫) નું નામ જાહેર થયું છે.
આ બનાવ બનતા અહીંના એ.એસ.પી. પ્રખર કુમાર તેમજ પોલીસ કાફલો દોડી ગયો હતો અને આ પ્રકરણમાં કોઈ જાણભેદુ સંડોવાયેલો હોવાની આશંકા સહિતની દિશાઓમાં તપાસ આરંભી, જરૂરી કાર્યવાહી કરી હતી. આ પછી પોલીસ દ્વારા આરોપી શખ્સની અટકાયત કરી લેવામાં આવી હતી. ચોરીના આ બનાવે શક્તિનગર વિસ્તારમાં ભારે ચર્ચા જગાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
