જામનગર હાપા યાર્ડમાં સિઝનની નવી મગફળીની બોણી, 20 કિલોના રૂ. 1,825 ભાવ નોંધાયો

  • August 25, 2026 11:45 AM 

જામનગર હાપા યાર્ડમાં સિઝનની નવી મગફળીની બોણી, 20 કિલોના રૂ. 1,825 ભાવ નોંધાયો

જામનગર જિલ્લામાં સિઝનની નવી મગફળીની આવક શરૂ થઈ છે. આજે નવી મગફળીની 5 ગુણીની બોણી નોંધાઈ હતી. ચંદ્રગઢ ગામના ખેડૂત ગીરધરભાઈ સભાયા નવી મગફળી લઈને હાપા માર્કેટ યાર્ડમાં પહોંચ્યા હતા.

નવી મગફળીની હરરાજીમાં 20 કિલોના રૂ. 1,825નો ભાવ નોંધાયો હતો. આ ભાવ સિઝનની બોણીની મગફળીના હરરાજીમાં મળેલો છે.

ખેડૂત દ્વારા લાવવામાં આવેલી મગફળી આગોતરા વાવેતરની હોવાનું જાણવા મળ્યું છે. હાલ નવી મગફળીની પ્રારંભિક આવક શરૂ થઈ છે, જ્યારે નિયમિત અને મોટા પ્રમાણમાં મગફળીની આવક શરૂ થવામાં હજુ 15થી 20 દિવસ અથવા તેનાથી વધુ સમય લાગી શકે છે.

સિઝનની શરૂઆતમાં નવી મગફળીના મળેલા રૂ. 1,825ના ભાવને પગલે ખેડૂતોમાં પણ ઉત્સુકતા જોવા મળી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application