ભુજિયો કોઠો બન્યો જામનગરનું નવું પ્રવાસન આકર્ષણ
નવીનીકરણ બાદ છ મહિનામાં 65 હજાર મુલાકાતીઓ ઉમટ્યા: જામનગર મહાનગરપાલિકાને રૂ.16 લાખની આવક
જામનગર શહેરની ઐતિહાસિક ઓળખ અને સમૃદ્ધ વારસાના સાક્ષી સમાન 174 વર્ષ જૂનો ભુજિયો કોઠો હવે પોતાની ભવ્યતા સાથે નવા રંગરૂપમાં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂ.25 કરોડના ખર્ચે ભુજિયા કોઠાના રિસ્ટોરેશન, કન્ઝર્વેશન, કન્સોલિડેશન અને રિ-પ્રોડક્શનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કામગીરી પૂર્ણ થયા બાદ તા.19 માર્ચ 2026થી ભુજિયો કોઠો પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે.
નવીનીકરણ બાદ ભુજિયો કોઠો શહેરવાસીઓ તેમજ બહારથી આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. માત્ર છ મહિનાના સમયગાળામાં અંદાજે 65 હજાર જેટલા મુલાકાતીઓએ ભુજિયો કોઠોની મુલાકાત લીધી છે, જેના પરિણામે જામનગર મહાનગરપાલિકાને ટિકિટની આવક પેટે અંદાજે રૂ.16 લાખની આવક પ્રાપ્ત થઈ છે. ભુજિયો કોઠો દર બુધવારે બંધ રાખવામાં આવે છે. જ્યારે બુધવાર સિવાયના અન્ય દિવસોમાં મુલાકાતીઓ માટે ટિકિટ વિન્ડો બપોરે 12:00 થી સાંજે 6:30 વાગ્યા સુધી ખુલ્લી રહે છે. ટિકિટ મેળવી લીધા બાદ મુલાકાતીઓ રાત્રે 8:00 વાગ્યા સુધી મુલાકાત લઈ શકે છે.
ભુજિયો કોઠો જામનગરના ઐતિહાસિક વારસાની મહત્વપૂર્ણ ધરોહર છે. નવીનીકરણ બાદ અહીં મુલાકાતીઓ માટે વધુ સુવિધાજનક વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. ઐતિહાસિક સ્થળની મુલાકાત સાથે નાગરિકો અને પ્રવાસીઓને જામનગરના સમૃદ્ધ ઇતિહાસ અને વારસાની અનુભૂતિ કરવાની તક મળી રહી છે. પરિણામે છેલ્લા છ મહિનામાં મુલાકાતીઓની સંખ્યા નોંધપાત્ર રહી છે.
નવીનીકરણ બાદ ભુજિયો કોઠો માત્ર ઐતિહાસિક સ્થળ તરીકે જ નહીં, પરંતુ જામનગરના પ્રવાસન વિકાસના મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે પણ ઉભરી રહ્યો છે. શહેરમાં આવતા પ્રવાસીઓ માટે ભુજિયો કોઠો જામનગરની ઐતિહાસિક સમૃદ્ધિનો પરિચય કરાવતું મહત્વપૂર્ણ સ્થળ બન્યું છે.
ભુજિયા કોઠાના વિકાસને આગળ ધપાવતા ફેઝ-2માં ખંભાળીયા ગેટ, ભુજિયો કોઠો અને લાખોટા મ્યુઝિયમને હેરિટેજ ચેઇન દ્વારા જોડવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ હેરિટેજ ચેઇનના માધ્યમથી જામનગરની ઐતિહાસિક ધરોહરોને એક સંકલિત પ્રવાસન પરિપથ સાથે જોડવાનો પ્રયાસ થશે. પરિણામે શહેરના ઐતિહાસિક વારસાને વધુ સુવ્યવસ્થિત રીતે લોકો સમક્ષ રજૂ કરવાની સાથે જામનગરના હેરિટેજ ટુરિઝમને પણ વધુ વેગ મળવાની દિશામાં આયોજન કરવામાં આવી રહ્યું છે. જામનગરના હૃદયસ્થાને આવેલા ભુજિયા કોઠાનું નવીનીકરણ શહેરના ઐતિહાસિક વારસાના સંરક્ષણ અને પ્રવાસન વિકાસ વચ્ચેના સુભગ સમન્વયનું ઉદાહરણ બન્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
