જામનગર : કાલાવડ અને જામજોધપુર નગરપાલિકા દ્વારા હાથ ધરાઈ રાત્રી સફાઈ ઝુંબેશ
ચીફ ઓફિસર સહિતની ટીમ દ્વારા સ્થળ તપાસ કરી વેપારીઓ તથા રેંકડી ધારકોને સ્વચ્છતા જાળવવા, ડસ્ટબિન રાખવા તેમજ યોગ્ય જગ્યાએ કચરા નિકાલ અંગે સૂચના અપાઈ
શહેરી વિસ્તારમાં સ્વચ્છતા અને આરોગ્યપ્રદ વાતાવરણ જાળવી રાખવાના ભાગરૂપે કાલાવડ અને જામજોધપુર નગરપાલિકા દ્વારા રાત્રી સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન સફાઈ કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરવા સાથે સ્થાનિક વેપારીઓને સ્વચ્છતા જાળવવા માટે આવશ્યક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાલાવડ નગરપાલિકાના ચીફ ઓફિસર, સેનેટરી ઈન્સપેક્ટર, સીટી મેનેજર SWM સહિતની ટીમે કાલાવડ બસ સ્ટેશન વિસ્તાર, સાગર કોમ્પ્લેક્ષ તેમજ શાક માર્કેટ નજીક આવેલી લારીઓ તથા દુકાનોની રાત્રી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન લારીધારકો પાસે કચરાપેટી ઉપલબ્ધ છે કે નહીં તથા તેઓ કચરાનો નિકાલ કઈ જગ્યાએ કરી રહ્યા છે તેની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી.
આ ઉપરાંત, જામજોધપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલા મીની બસ સ્ટેશન નજીકના ખાણી-પીણી ઝોનમાં પણ નગરપાલિકા ટીમ દ્વારા સરપ્રાઈઝ સ્થળ તપાસ કરવામાં આવી હતી. આ વેળાએ ખાણી-પીણીના વેપારીઓ અને લારીધારકોને જાહેરમાં કચરો ન ફેંકવા અને તમામ કચરો ફરજિયાતપણે કચરા ગાડીમાં જ નાખવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
