જામનગરમાં મનપાની નાઇટ ડ્રાઇવ, જાહેરમાં કચરો ફેંકતા એકમોને રૂ. ૬૮૭૫૦ દંડ
સોલીડ વેસ્ટ અને એસ્ટેટ શાખા દ્વારા શહેરના કોર્મશીયલ વિસ્તારોમાં ચેકીંગ કરાયું
કચરાપેટી ન રાખી ન્યૂસન્સ કરનારા અને ગાર્બેજ વાહનમાં કચરો ન આપતા આસામી દંડાયાઠ
જામનગરમાં મનપાની નાઇડ ચેકીંગ ડ્રાઇવમાં જાહેરમાં કચરો ફેંકતા એકમોને રૂ.૬૮૭૫૦ દંડ ફટકારાયો હતો. સોલીડ વેસ્ટ અને એસ્ટેટ શાખા દ્વારા શહેરના કોર્મશીયલ વિસ્તારોમાં ચેકીંગ કરી કચરાપેટી ન રાખી ન્યૂસન્સ કરનારા અને ગાર્બેજ વાહનમાં કચરો ન આપતા આસામીઓને દંડ ફટકારાયો હતો.
જામનગર મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ તથા એસ્ટેટ શાખા દ્વારા શહેરના વિવિધ કોમર્શિયલ વિસ્તારોમાં ગઇકાલે નાઇટ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન કોમર્શિયલ વિસ્તારોમાં પોતાના એકમ પાસે ડસ્ટબિન નહીં રાખનારા, જાહેરમાં કચરો નાખી ન્યૂસન્સ કરનારા તેમજ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન વાહનમાં પોતાના એકમનો કચરો નહીં આપનારા આસામીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન સંબંધિત આસામીઓ પાસેથી કુલ રૂ.૬૮,૭૫૦નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.
ઉપરાંત નિયમોનું પાલન નહીં કરનારા ૪૮ એકમોને નોટિસ આપવામાં આવી હતી. મહાનગરપાલિકા દ્વારા દરેક કોમર્શિયલ એકમ પોતાના એકમમાંથી નીકળતો કચરો ફક્ત ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન વાહનમાં જ આપે અને જાહેર સ્થળે કચરો ન નાખે તે અંગે માહિતી, શિક્ષણ અને સંચાર પ્રવૃત્તિ પણ હાથ ધરવામાં આવી હતી. શહેરને સ્વચ્છ રાખવા માટે વેપારીઓ અને નાગરિકોને મહાનગરપાલિકાની કચરા વ્યવસ્થાપન વ્યવસ્થામાં સહકાર આપવા અનુરોધ કરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
