2 ઓગસ્ટથી આધુનિક એલએચબી રેક સાથે ચાલશે ઓખા-શાલીમાર એક્સપ્રેસ

  • June 08, 2026 11:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

2 ઓગસ્ટથી આધુનિક એલએચબી  રેક સાથે ચાલશે ઓખા-શાલીમાર એક્સપ્રેસ

મુસાફરોને મળશે વધુ સુરક્ષિત, આરામદાયક અને આધુનિક પ્રવાસનો અનુભવ

મુસાફરોને વધુ સુરક્ષિત, આરામદાયક અને આધુનિક મુસાફરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની દિશામાં રેલવે દ્વારા એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. રેલવે પ્રશાસને ઓખા-શાલીમાર તથા શાલીમાર-ઓખા એક્સપ્રેસ ટ્રેનોમાં પરંપરાગત આઈસીએફ (ICF) રેકના સ્થાને આધુનિક એલએચબી (LHB : લિંક હોફમેન બુશ) રેક લગાવવાનો નિર્ણય કર્યો છે. એલએચબી કોચ વધુ સુરક્ષા, ઓછા આંચકા તથા ઊંચી ઝડપે વધુ સ્થિરતા માટે જાણીતા છે, જેના કારણે મુસાફરોને વધુ સરળ અને આરામદાયક પ્રવાસનો અનુભવ મળશે.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર 22905/22906 ઓખા-શાલીમાર એક્સપ્રેસ (સાપ્તાહિક) ઓખાથી 2 ઓગસ્ટ, 2026થી તથા શાલીમારથી 4 ઓગસ્ટ, 2026થી એલએચબી રેક સાથે ચલાવવામાં આવશે.

આ ટ્રેનમાં કુલ 22 કોચ હશે, જેમાં 1 ફર્સ્ટ એસી, 2 સેકન્ડ એસી, 6 થર્ડ એસી, 6 સ્લીપર ક્લાસ, 1 પેન્ટ્રી કાર, 4 જનરલ કોચ, 1 લગેજ વેન તથા 1 જનરેટર વેનનો સમાવેશ થશે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application