જામનગરના રણમલ તળાવ ૩ ખાતે યોજાયેલ “સ્વચ્છતા અભિયાન” માં રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલા સહભાગી થયા
‘એક દિન, એક ઘંટા, એક સાથ’ના સંકલ્પ સાથે સ્વચ્છતા અભિયાનમાં મંત્રી સહિત મહાનુભાવોની સક્રિય સહભાગિતા — સ્વચ્છ અને સુંદર જામનગર માટે જનભાગીદારીનો સંદેશ
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલા જામનગરના રણમલ તળાવ-૩ ખાતે યોજાયેલા સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થયા હતા. આ પ્રસંગે મંત્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોએ ‘એક દિન, એક ઘંટા, એક સાથ’ના સંકલ્પ સાથે શ્રમદાન કરી સ્વચ્છતા પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી આસપાસના વિસ્તારની સ્વચ્છતા માટે યોગદાન આપ્યું હતું.
‘એક દિન, એક ઘંટા, એક સાથ’ના સંદેશ સાથે યોજાયેલ આ શ્રમદાન પ્રવૃત્તિ દ્વારા સ્વચ્છતા અભિયાનમાં જનભાગીદારીનું મહત્વ ઉજાગર થયું હતું. જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા માટે નાગરિકો પણ નિયમિત રીતે સહભાગી બને અને સ્વચ્છતાને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવે તેવો સંદેશ આ કાર્યક્રમના માધ્યમથી આપવામાં આવ્યો હતો. સ્વચ્છતા એ માત્ર કોઈ એક વ્યક્તિ કે સંસ્થાની જવાબદારી ન રહેતા સમગ્ર સમાજની સહિયારી જવાબદારી બને અને જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવામાં નાગરિકોની ભાગીદારી વધે તે હેતુસર આ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, સેવા સંકલ્પ અભિયાન ઉપરાંત ૨ ઓક્ટોબર ગાંધીજયંતિની ઉજવણીના ભાગરૂપે દેશભરમાં સ્વચ્છતા હી સેવા અભિયાનનો પ્રારંભ થયો છે. જેના ભાગરૂપે એક દિન,એક ઘંટા, એક સાથના સંદેશ સાથે આજે સમગ્ર ગુજરાતમાં પણ વિવિધ જાહેર સ્થળો પર સફાઈ અભિયાનો યોજવામાં આવશે.
જામનગરમાં યોજાયેલા સ્વચ્છતા અભિયાનમાં ડેપ્યુટી મેયર રાકેશભાઈ ડેર, જિલ્લા કલેકટર પી.બી.પંડ્યા, જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર દીપેશ કેડિયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેન મોનાણી, સાશક પક્ષના નેતા અમર મોદી, પ્રાંત અધિકારી એસ.ડી.બારડ, અધિકારીઓ, આગેવાનો, કોર્પોરેટરો, સ્વચ્છતાકર્મીઓ તેમજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને લોકોએ સફાઈ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
