જામનગરમાં પણ યુપીઆઇ સામે વેપારીઓમાં શરૂ થયો વિરોધ
ટી ટ્રેડર્સ એસો. દ્વારા આજથી જ કયુઆરકોડ પર કાળુ કપડુ બાંધીને ઓનલાઇન પેમેન્ટ લેવાનું કરાયું બંધ: ધીમે ધીમે અન્ય એસો. પણ જોડાઇ શકે છે: આવતીકાલે દેશભરમાં યુપીઆઇ પેમેન્ટ બહિષ્કારનું એલાન અપાયું છે: સલાયામાં પણ વેપારીઓએ વિરોધની કરી જાહેરાત
જયારથી વેપારીઓને ગ્રાહકો દ્વારા યુપીઆઇ મારફત અપાતા પૈસા પર એમડીઆર ટેકસ લાગુ કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યા પછીથી વેપારી આલમમાં રોષ ઉઠયો છે, આવતીકાલ મહાત્મા ગાંધી જયંતિ નિમિતે દેશભરમાં યુપીઆઇ સામે આક્રોશ વ્યકત કરવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે જામનગરમાં પણ હવે વેપારીઓ મેદાનમાં આવી રહ્યા છે, ટી ટ્રેડર્સ એસો. દ્વારા તો આજથી જ કયુઆરકોડ પર કાળુ કપડુ બાંધીને વિરોધ શ કરી દેવામાં આવ્યો છે, આગામી દિવસોમાં વધુ વેપારી એસો. પણ કદાચ આ લડતમાં જોડાઇ શકે છે, આમ યુપીઆઇ સામેનો વિરોધ ધીમે ધીમે મોટુ સ્વપ લઇ રહ્યો છે.
કેન્દ્ર સરકાર તરફથી આગામી ૧૫ ઓકટો.થી વેપારીઓ ઉપર રૂ. ૨૦૦૦થી વધુની ખરીદીની ચુકવણા પર ૦.૪ ટકા લેખે મરચન્ટ ડીસ્કાઉન્ટ રેટ અર્થાત એમડીઆર ટેકસ લાગુ કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો અને જયારથી આ જાહેરાત કરવામાં આવી છે ત્યારથી દેશભરના વેપારીઓમાં વિરોધ ઉઠયો છે. આટલું જ નહિ જામનગરમાં તો ઘણા બધા નાના વેપારીઓ લારી, ગલ્લાવાળાઓએ ધીમે ધીમે કયુઆરકોડથી પેમેન્ટ લેવાનું બંધ પણ કરી દીધુ છે અને હવે અન્ય વેપારીઓ પણ તેમાં જોડાઇ રહ્યા છે.
જામનગર ટી ટ્રેડર્સ એસો.ના સેક્રેટરી શશીકાંત મશરૂએ ગઇકાલે આ અંગેની જાહેરાત કરી હતી અને તા.૧ એટલે કે આજથી જ કયુઆરકોડ ઉપર કાળુ કપડુ બાંધીને વિરોધ કરવાની શરૂઆત કરવામાં આવશે એવું જાહેર કર્યું હતું.
એમણે કહ્યું હતું કે અગાઉ સરકાર દ્વારા કેશલેસ વ્યવહાર માટે ડીજીટલ પેમેન્ટનો વ્યાપ વધારવા મોટા પાયે જાહેરાત કરવામાં આવી હતી અને લોકોને ઓનલાઇન ટ્રાન્જેકશન તરફ વાળી દીધા હતા. અને હવે તો સ્થિતિ એવી થઇ છે કે નાના નાના લારી, ગલ્લાવાળાઓને પણ લોકો રૂ.૧૦ થી માંડીને રૂ.૫૦નું પેમેન્ટ યુપીઆઇ મારફત થઇ ગયા છે.
જો કે આવા નાના નાના ટ્રાન્જેકશન પર એમડીઆર લાગવાનો નથી પરંતુ જાહેર થયા મુજબ રૂ. ૨૦૦૦થી વધુની વેપારીને થનારી નાણાંકીય ચુકવણી પર આ ટેકસ લાગુ થવાનો છે. આમ છતાં લોકોમાં એક પ્રકારનો ડર વ્યાપી ગયો છે અને ખાસ કરીને વેપારીઓ કે જેમના માટે કેશલેસ વ્યવહાર સરળ બની ગયો હતો એમનામાં વિરોધ ઉઠયો છે.
ટી ટ્રેડર્સ એસો. દ્વારા વેપારીઓને એવો અનુરોધ કરવામાં આવ્યો છે કે ભલે પેમેન્ટ રૂ.૨૦૦૦ થી ઓછુ હોય છતાં કયુઆરકોડ મારફત સ્વીકારવામાં આવે નહિં, આજથી કયુઆરકોડ પર કાળુ કપડુ બાંધીને વિરોધ કરવાની પણ અપીલ કરવામાં આવી છે જેના પગલે આ એસો.ના લગભગ તમામ વેપારીઓએ કયુઆર પર કાળા ક૫ડા બાંધી દીધા છે.
હાલ એક એસો. દ્વારા વિરોધની સતાવાર જાહેરાત કરાઇ છે, બની શકે આવનારા સમયમાં અન્ય વેપારી એસો. પણ યુપીઆઇ સામેના વિરોધમાં જોડાઇ શકે છે અને એક તબકકે ખુબ સરળ બની ગયેલો વ્યવહાર ફરી એક વખત રોકડ તરફ વળવાની પૂરેપુરી શકયતા છે.
અત્રે નોંધનીય છે કે જામનગર શહેર ઉપરાંત સલાયામાં પણ યુપીઆઇ સામે વિરોધ કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે, બની શકે જામનગર અને દેવભૂમિ દ્વારકાના અન્ય તાલુકા વિસ્તારના વેપારીઓ પણ આગામી સમયમાં વિરોધમાં જોડાઇ શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
