ભાડા અધિનિયમના વિરોધમાં દ્વારકા જિલ્લાના વકીલોની અચોક્કસ મુદતની હડતાલ
કોર્ટ કામગીરીથી સંપૂર્ણ અલિપ્ત રહેવાનો સર્વાનુમતે ઠરાવ : ખંભાળીયામાં સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન
ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા નવા ગુજરાત ભાડા અધિનિયમ (ભાડા વિધેયક) સામે સમગ્ર રાજ્યના વકીલ આલમમાં ભારે રોષ અને અસંતોષ ફેલાયો છે. આ કાયદાના વિરોધમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા વકીલ મંડળના હિતમાં લેવાયેલા નિર્ણયના સમર્થનમાં દેવભૂમિ દ્વારકા ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન, ખંભાળિયા દ્વારા પણ અચોક્કસ મુદતની હડતાલનું એલાન આપી વિરોધનો સૂર બુલંદ કરવામાં આવ્યો છે.
ખંભાળિયા ખાતે દેવભૂમિ દ્વારકા ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની એક વિશેષ અને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સરકાર દ્વારા લાવવામાં આવેલ ભાડા અધિનિયમ અંગે વકીલોમાં પ્રવર્તતી લાગણીઓ, કાયદાની વિસંગતતાઓ તથા તેનાથી વકીલો તેમજ પક્ષકારોને થનારા નુકસાન અંગે વિસ્તૃત અને ગંભીર ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. ઉપસ્થિત તમામ વકીલ સભ્યોએ એક અવાજે આ ભાડા કાયદા સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને સરકારના આ નિર્ણયને અયોગ્ય ગણાવી તેને પડકારવા માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની સૂચનાઓને સંપૂર્ણપણે અનુસરવાનો સર્વાનુમતે નિર્ણય કર્યો હતો.
બેઠકમાં પસાર કરવામાં આવેલા સર્વાનુમતે ઠરાવ મુજબ, દેવભૂમિ દ્વારકા ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન તેમજ જિલ્લા હેઠળના તમામ તાલુકા બાર એસોસિએશનો અચોક્કસ મુદતની હડતાલમાં જોડાયા છે. આ હડતાલના પ્રથમ દિવસથી જ તમામ વકીલો કોર્ટની કામગીરીથી તદ્દન અલિપ્ત રહ્યા હતા. કોઈપણ વકીલ કોર્ટ રૂમમાં પ્રવેશ્યા નહોતા કે કોઈ ન્યાયિક કામગીરી કરી નહોતી, જેના કારણે અદાલતી કામકાજ સંપૂર્ણપણે ઠપ થઈ ગયું હતું.
એસોસિએશન દ્વારા વધુમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જ્યાં સુધી બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી નવી સૂચના કે આગામી માર્ગદર્શન ન મળે ત્યાં સુધી આ ભાડા અધિનિયમના વિરોધમાં અલગ-અલગ સ્વરૂપે આંદોલન અને વિરોધ પ્રદર્શન ચાલુ રાખવામાં આવશે તેમજ વકીલો અદાલતી કાર્યવાહીથી દૂર રહેશે. આ બેઠકમાં મંજૂર થયેલા ઠરાવની નકલ આગળની કાર્યવાહી અને સમર્થન અર્થે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને મોકલી આપવાનો પણ નિર્ણય લેવાયો હતો. સરકાર દ્વારા જો યોગ્ય પગલાં નહીં લેવાય તો આ લડત વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ વકીલ મંડળ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
