સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ખંભાળિયામાં જનરલ હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિર અને અંગદાન શપથગ્રહણ કાર્યક્રમ યોજાયો

  • September 18, 2026 12:10 PM 

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ખંભાળિયામાં જનરલ હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિર અને અંગદાન શપથગ્રહણ કાર્યક્રમ યોજાયો

રક્તદાન એ માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ છે. અકસ્માતો, પ્રસૂતિ, સર્જરી, થેલેસેમિયા સહિતની વિવિધ તબીબી પરિસ્થિતિમાં દર્દીઓને સમયસર રક્ત મળી રહે તે માટે સ્વૈચ્છિક રક્તદાનનું વિશેષ મહત્વ છે. સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ખંભાળિયામાં જનરલ હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિર યોજાઈ હતી. 

જનરલ હોસ્પિટલમાં યોજાયેલ આ શિબિરમાં નાગરિકોએ ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો. આ સેવાકાર્યેને પ્રોત્સાહિત કરવા માટે મયુરભાઈ ગઢવી અને અન્ય સ્થાનિક અગ્રણીઓ, જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના, જિલ્લા વિકાસ અધિકારી કે.પી.જોશી ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.

‘સેવા મેરા યોગદાન' હેઠળ સામાજિક કાર્યોની વ્યક્તિગત જવાબદારીને સ્વિકારીને ઉપસ્થિતોએ અંગદાન માટેના શપથ લીધાં હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application