જામનગરની ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ ખાતે માનસિક સ્વાસ્થ્ય સત્રનું આયોજન કરાયું

  • October 09, 2026 11:56 AM 

જામનગરની ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ ખાતે માનસિક સ્વાસ્થ્ય સત્રનું આયોજન કરાયું 

જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલના કાઉન્સિલ હોલમાં માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી અંગેનું સત્ર બ્રિધિંગ સ્ટેશન્સ પહેલના પ્રોજેક્ટ ચેરમેન દર્શિત સોલાણીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું.

જામનગરના રોટરી ક્લબ ઑફ ઇમેજિકાના મુખ્ય તાલીમકાર ડૉ. કૌશિક નારિયાએ સત્રનું સંચાલન કર્યું હતું. તેમણે માનસિક અને શારીરિક સુખાકારી માટે સજાગ રીતે શ્વાસ લેવાનું મહત્ત્વ સમજાવ્યું હતું. ઉપસ્થિતોએ માર્ગદર્શન હેઠળ શ્વાસ કસરત કરી અને થોભો, શ્વાસ લો તથા મનને ફરી સજાગ કરો—આ પદ્ધતિનો અભ્યાસ કર્યો હતો.

રોટરી ક્લબ ઑફ ઇમેજિકાના પ્રમુખ હરદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે તેમની સંસ્થા દ્વારા “બ્રિધિંગ સ્ટેશન્સ” પહેલ શરૂ કરવામાં આવી છે. આ મિશનને આગળ વધારવા માટે સ્વયંસેવકોની નિમણૂક કરવામાં આવશે, જે કોલેજ પરિસરમાં લોકોને શ્વાસની કસરતો કરવા પ્રેરિત કરશે.

કાર્યક્રમમાં ડેન્ટલ કોલેજના વિદ્યાર્થીઓ, ડોક્ટરો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application