ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા ખાસ બેઠકનું આયોજન
ગુજરાત પ્રદેશ સંગઠન સહ મહામંત્રી અરુણ અરુણ બિન્નાડી દ્વારા ખાસ પરિચય બેઠક લેવાઈ
સંગઠન સાથે સંકલન બેઠક, ટિફિન બેઠક, અચૂક થવી જોઈએ, રિપોર્ટિંગ પણ થવું જોઈએ - અનિરુધ્ભાઈ દવે
હાલ ગુજરાત પ્રદેશ સંગઠન માં સૌરાષ્ટ્ર ઝોન માટે સહ મહામંત્રી તરીકે અરુણ અરુણ બિન્નાડીજી ની નિમણુંક કરવામાં આવેલ છે. આ તબ્બકે તેમની જામનગર મુલાકાત દરમિયાન શહેર સંગઠન ના પદાધિકારીઓ, સેલ મોરચાના હોદેદારો, પ્રભારીઓ, પૂર્વ પ્રમુખો વગેરે સાથે એક પરિચય બેઠક નું આયોજન કરવામાં આવેલ.
આ તબ્બકે શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી દ્વારા સૌ ને આવકારવામાં આવેલ તેઓ એ જણાવેલ કે જામનગર શહેર સંગઠન ખુબ મજબૂત છે, અને આગામી સમય માં તેને વધુ ને વધુ મજબૂત બનાવવાની ખાતરી પણ આપીયે છીએ.
ગુજરાત પ્રદેશ મહામંત્રી અને સૌરાષ્ટ્ર ઝોન ઇન્ચાર્જ સાંસદ અનિરુદ્ધભાઈ દવે દ્વારા સંગઠનાત્મક કાર્યક્રમો - સંકલન મિટિંગ - ટિફિન બેઠક ઇત્યાદિ બાબતે સમીક્ષા લેવામાં આવેલ તથા દરેક સ્તરે સંકલન બેઠક થાય - શહેર સ્તરે ચૂંટાયેલ પદાધિકારીઓ અને સંગઠન વચ્ચે સંકલન મિટિંગ અચૂક થાય, વોર્ડ સ્તરે સંકલન મિટિંગ અચૂક થાય તે બાબતે ભાર મુકવામાં આવેલ.
જામનગર શહેર સંગઠન પ્રભારી ધનસુખભાઇ ભડેરી દ્વારા વિવિધ સંગઠનાત્મક કામગીરી, પ્રવૃત્તિ થઇ રહી છે. અને તે નિયમિત રીતે થઇ રહી છે તેના વિષે માહિતી પ્રદાન કરેલ. આગામી સમય માં ચૂંટણી નજીક હોય, કાર્યકર્તાઓ ને કટિબદ્ધ બનવા, તૈયાર રહેવા જણાવેલ. સંગઠનાત્મક પ્રવૃત્તિ ને વધુ સક્રિય રીતે કરવા જણાવેલ.
ગુજરાત પ્રદેશ સહ મહામંત્રી સૌરાષ્ટ્ર ઝોન અરુણ બિન્નાડીજી દ્વારા સૌ કોઈ નો પરિચય લેવામાં આવેલ, પોતાનો પરિચય આપવાની સાથે તેઓ e જણાવેલ કે આગામી સમય માં ચૂંટણી આવી રહી છે, આ સમયે દરેક કાર્યકર્તા એ બુથ સ્તર સુધી જવું પડશે, લોકો ની સમક્ષ રહેવું પડશે. સંગઠન ને વધુ ને વધુ મજબૂત બનાવવાની કટિબદ્ધતા દાખવી પડશે. ટિફિન બેઠક, નિયમિત બેઠકો, પરસ્પર સંવાદ ના સંચાર ઉપર તેઓ એ ભાર મુકેલ.
આ પરિચય બેઠક માં શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, ગુજરાત પ્રદેશ સહ મહામંત્રી સૌરાષ્ટ્ર ઝોન અરુણ બિન્નાડી, ગુજરાત પ્રદેશ મહામંત્રી તથા સૌરાષ્ટ્ર ઝોન ઇન્ચાર્જ અનિરુદ્ધભાઈ દવે, સંગઠન પ્રભારી ધનસુખભાઇ ભંડેરી, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મેયર મોનિકાબેન વ્યાસ, મહામંત્રી વિજયસિંહ જેઠવા, મૃગેશભાઈ દવે, ભાવેશભાઈ કાનણી, સ્ટે કમિટી ચેરમેન ધીરેન મોનાણી, ડે મેયર રાકેશભાઈ ડેર, સાશકપક્ષ નેતા અમરભાઇ મોદી, દંડક પ્રવિણાબેન રૂપડીયા, પૂર્વ પ્રમુખ ધીરજલાલ કનખરા, નિલેશભાઈ ઉદાણી, અશોક નંદા, હસમુખભાઈ હિંડોચા, વિમલભાઈ કગથરા, સહીત શહેર સંગઠન ના હોદેદારો, વોર્ડ પ્રમુખો - મહામંત્રી, સેલ મોરચાના હોદેદારો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગ કન્વીનર ભાર્ગવ ઠાકર ની અખબારી યાદી માં જણાવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
