જામનગર : બેડેશ્ર્વરમાં નેગોશીએબલના કેસમાં શખ્સની અટકાયત

  • April 23, 2026 12:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર : બેડેશ્ર્વરમાં નેગોશીએબલના કેસમાં શખ્સની અટકાયત


નેગોશીએબલના કેસમાં એક વર્ષથી નાસતા ફરતા વોરન્ટના આરોપીને બેડેશ્ર્વર વિસ્તારમાંથી પકડીને કોર્ટ હવાલે કર્યો છે. 
​​​​​​​

જીલ્લા પોલીસ અધીક્ષક ડો. રવિ મોહન સૈની તથા નાયબ પોલીસ અધીક્ષક  જે.એન. ઝાલાની સુચના અને સીટી-બી પીઆઇ એન.એમ. ગઢવીની સુચનાથી બેડેશ્ર્વર પોલીસ ચોકીના પીએસઆઇ એમ.એચ.મહેતા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા.

​​​​​​​
દરમ્યાન પોલીસ હેડ કોન્સ. હિરેનભાઇ ગાગીયા, પો.કોન્સ નિકુંજભાઇ ભુવાને ચોકકસ બાતમી રહે હકીકત મળેલ કે છેલ્લા એક વર્ષથી જામનગરના પાંચમાં એડી ચીફ જયુડી. મેજી. કોર્ટના નગોશીએબલ કલમ ૧૩૮ મુજબના કેશમાં પોલીસ પકડથી નાસતો ફરતો આરોપી યાસીન અનવર મુંગીડા રહે. ધરારનગર-૨, શહીદી ચોક પાસે ઉભેલ છે હકીકત આધારે ત્યા જઇ તપાસ કરતા આરોપી મળી આવતા પકડી પાડી તેને કોર્ટ હવાલે કર્યો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News