જામનગરના ૫૫ સફાઈ કામદારોને રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલાના હસ્તે કાયમી નિમણૂક આદેશ એનાયત
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ટાઉનહોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મંત્રીએ રૂ.૧૭.૫૩ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોના ઈ-ખાતમુહૂર્ત કર્યા
કાયમી નિમણૂક સફાઈ કર્મચારીઓના જીવનમાં નવી આશા, સ્થિરતા અને સુરક્ષાનો પ્રારંભ : મંત્રી
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલાના અધ્યક્ષ સ્થાને ટાઉનહોલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મંત્રીના હસ્તે જામનગરના ૫૫ સફાઈ કામદારોને કાયમી નિમણૂક આદેશ એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ ૨૦૦ સફાઈ કામદારોને અવેજી ઓર્ડર આપવામાં આવ્યા હતા. ઉપરાંત વિવિધ ૪ વિકાસ પ્રકલ્પોના ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં મંત્રીએ જણાવ્યુ હતું કે, સફાઈ કર્મચારીઓને કાયમી નિમણૂક મળવી તેમના જીવનમાં નવી આશા અને સુરક્ષાનો પ્રારંભ છે. અવેજી તરીકે સફાઈ કામગીરી સાથે જોડાતા કર્મચારીના મનમાં એક આશા હોય છે કે ક્યારે તેઓ કાયમી થશે. આ આશા સાથે તેઓ પોતાની ફરજ નિષ્ઠા અને પ્રમાણિકતાથી બજાવતા રહે છે. આજે ૫૫ સફાઈ કર્મચારીઓને કાયમી નિમણૂકના આદેશ મળતા તેમના પરિવારોમાં દિવાળીના તહેવાર જેવો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ તમામ કર્મચારીઓ અને તેમના પરિવારજનોને મંત્રીએ શુભેચ્છાઓ પાઠવી હતી.
કાયમી નોકરી મળવાથી કર્મચારીને માત્ર રોજગારીની સ્થિરતા જ નહીં, પરંતુ તેમના પરિવારને પણ આર્થિક સુરક્ષા અને ઉજ્જવળ ભવિષ્યનો આધાર મળે છે.
અવેજી તરીકે સફાઈ કામગીરી કરી રહેલા અન્ય કર્મચારીઓને પણ જામનગર શહેરને સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ રાખવા માટે નિષ્ઠા તથા સંપૂર્ણ સમર્પણ સાથે કામગીરી કરવા અનુરોધ કરતાં મંત્રીએ ભવિષ્યમાં તેમને પણ કાયમી નિમણૂકનો લાભ મળે તેવી શુભકામનાઓ પાઠવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતાને માત્ર સફાઈ કર્મચારીઓની જવાબદારી ન ગણાવીને સમગ્ર સમાજની સહિયારી જવાબદારી બનાવી છે. તેમણે પોતે હાથમાં ઝાડુ પકડીને સ્વચ્છતા અભિયાનમાં જોડાઈને દેશવાસીઓને સંદેશ આપ્યો છે કે સ્વચ્છતા કોઈ એક વર્ગ કે સમાજનું કામ નથી, પરંતુ દરેક નાગરિકની ફરજ છે.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિતની સરકાર સમાજના સામાન્ય અને નાના વર્ગના લોકોના હિત અને કલ્યાણ માટે સતત પ્રયત્નશીલ છે. સરકાર દ્વારા સફાઈ કર્મચારીઓ સહિતના કર્મચારીઓને સન્માન અને સુરક્ષા મળે તે માટે વિવિધ સ્તરે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સમાજના દરેક વર્ગને આગળ વધવાની તક મળે અને દરેક પરિવારનું જીવન વધુ સુખાકારીભર્યું બને તે દિશામાં સતત કામગીરી થઈ રહી છે.
કાર્યક્રમમાં મંત્રીના હસ્તે જામનગર મહાનગરપાલિકા અને જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ હસ્તકના કુલ રૂ.૧૭.૫૩ કરોડના ૪ વિકાસ કામોનું ઈ- ખાતમુહૂર્ત જેમાં વોર્ડ નં-૧૧માં ટી.પી.સ્કીમ નં.૬ માં સી.સી. રોડનું રૂ.૧.૧૧ કરોડનું કામ, વોર્ડ નં-૧૧ હાપા ટી.પી. સ્કીમ-૨માં અર્બન હેલ્થ સેન્ટર માટે રૂ.૧.૦૭ કરોડનું બિલ્ડીંગ, વોર્ડ નં-૧૨ ઘાંચીવાડ વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટર માટે રૂ.૧.૬૧ કરોડનું બિલ્ડીંગ અને જામનગર-ખંભાળિયા હાઈવેથી ગ્લોબલ ટ્રેડિશનલ મેડીસીન સેન્ટર સુધીના એપ્રોચ રસ્તા પર રોડ ડેવલોપમેન્ટનું રૂ.૧૩.૭૨ કરોડના કામોનો સમાવેશ થાય છે.
કાર્યક્રમમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ડેપ્યુટી મેયર રાકેશભાઈ ડેર, જામનગર મહાનગર પાલિકાના કમિશનર દીપેશ કેડિયા, અગ્રણી બીનાબેન કોઠારી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેનભાઈ મોનાણી, સાશક પક્ષના નેતા અમર મોદી, દંડક પ્રવિણાબેન રૂપાડિયા, સેનિટેશન કમિટીના ચેરમેન મીલનભાઈ સભાયા, શહેર પ્રાંત અધિકારી એસ.ડી.બારડ, કોર્પોરેટરો, આગેવાનો, સફાઈ કામદારો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
