ખંભાળીયામાં ટ્રાફિક પોલીસ તરીકેની ખોટી ઓળખ આપનાર પકડાયો

  • October 10, 2026 12:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળીયામાં ટ્રાફિક પોલીસ તરીકેની ખોટી ઓળખ આપનાર પકડાયો

દંડ ભરવો પડશે તેમ દાંટી મારીને ૫૦૦ નો તોડ કર્યો હતો

રેન્જ આઇજી નિર્લિપ્ત રાય તથા દ્વારકા જીલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા તથા નાયબ પોલીસ અધિક્ષક પ્રખરકુમાર સાહેબએ ખંભાળીયા ડીવીઝનમાં ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ તથા અસામાજીક તત્વો ઉપર કાર્યવાહી કરવા માર્ગદર્શન આપવામાં આવેલ જે અનુસંધાને ગત તા. ૨-૧૦ના રોજ ફરીયાદી પોતાની મોટરસાયકલ લઇ નીકળતા કોઇ અજાણ્યા ઇસમ દ્વારા ફરીયાદીને રોકી પોતે ટ્રાફિક પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી ટ્રાફિકના નિયમનો ભંગ કરવા બદલ દંડ ભરવો પડશે તેમ કહી ફરીયાદી પાસેથી બળજબરીથી રૂ. ૫૦૦ કઢાવી લીધેલ હોય જે બાબતની ફરીયાદ ખંભાળીયા પોલીસમાં જાહેર થયેલ હતી.
​​​​​​​
જે અનુસંધાને પીઆઇ સી.આર. રાણાએ બીટ ઓપી ઇન્ચાર્જ તથા સર્વેલન્સ ઇન્પાર્જ પીએસઆઇ જે.ટી ચાવડા તથા સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા. કુવાડીયા પાટીયા પાસે પહોચતા હેમતભાઇ, વિરેન્દ્રસિંહ અને કાનાભાઇને ચોકકસ બાતમી મળી હતી કે ખંભાળીયા ખાતે નોંધાયેલા ગુનાના કામે ટ્રાફિક પોલીસ તરીકેની ખોટી ઓળખ આપનાર અને ૫૦૦ પડાવી લેનાર હાઇવે પર શખ્સ પસાર થવાનો છે, જે બાતમીના આધારે વોચ ગોઠવીને ખંભાળીયાના વડત્રા ગામના લીમડા ચોકમાં રહેતા શકિતસિંહ પ્રતાપસિંહ જાડેજાને પકડી લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application