જામનગરમાં મહેસૂલી-આઇએલઆર કર્મીઓની હડતાળનો અંત, કચેરીઓમાં અરજીના ઢગલા
હાશકારો: સરકાર સાથેની વાટાઘાટો બાદ આંદોલન સમેટાયું, અરજદારોને રાહત, સોમવારથી કચેરીઓમાં પુન: ધમધમાટ જોવા મળશે
આધારકાર્ડ, આવકના દાખલા, ક્રીમીલીયર સર્ટીફીકેટ, વારસાઇ નોંધ સહીતની મહત્વની કામગીરી બંધ રહેતા અરજદારોએ પારાવાર હાલાકીનો સામનો કર્યો
રાજયની સાથે જામનગરમાં મહેસૂલી અને આઇએલઆર કર્મચારીઓની હડતાળનો અંત આવ્યો છે. જો કે, હડતાળના કારણે સંબધિત કચેરીઓમાં અરજીના ઢગલા થયા છે. સરકાર સાથેની વાટાઘાટો બાદ આંદોલન સમેટાતા અરજદારોએ રાહત અનુભવી છે. સરકારી કર્મીઓના આંદોલનથી આધારકાર્ડ, આવકના દાખલા, ક્રીમીલીયર સર્ટીફીકેટ, વારસાઇ નોંધ સહીતની મહત્વની કામગીરી બંધ રહેતા અરજદારોએ પારાવાર હાલાકીનો સામનો કર્યો હતો.સોમવારથી કચેરીઓમાં પુન: ધમધમાટ જોવા મળશે.
જામનગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં૦ મહેસૂલી કર્મચારીઓ પડતર પ્રશ્ર્નોનો ઉકેલ ન આવતા અચોકકસ મુદતની હડતાળ પર ઉતર્યા હતાં. ત્યારે ગઇકાલે નાયબ મામલતદાર, મહેસૂલી તલાટી અને મહેસૂલી ક્લાર્કના પડતર પ્રશ્નો તથા વ્યાજબી માંગણીઓ અંગે ગાંધીનગરમાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠક મંત્રી જીતુભાઈ વાઘાણી અને મહેસૂલ રાજ્ય મંત્રી સંજયસિંહ મહીડાની અધ્યક્ષતામાં મહામંડળના પ્રતિનિધિઓ સાથે યોજાઈ હતી. બેઠકમાં સરકારે કર્મચારીઓની માંગણીઓ પ્રત્યે અત્યંત ઉદાર અને હકારાત્મક અભિગમ દાખવીને ઝડપી નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી. મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, સામાન્ય જનતાને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે બાબતને ધ્યાને રાખીને સરકારે કર્મચારીઓના પ્રશ્નો પ્રત્યે સંવેદનશીલતા દાખવી છે.
સરકારની આ હકારાત્મક ખાતરી બાદ ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના પ્રમુખ જામસંગભાઈ પરમારે આંદોલન સત્તાવાર રીતે પાછું ખેંચવાની જાહેરાત કરી હતી. આથી ગઈકાલે રાત્રે સમગ્ર રાજ્યભરમાં હડતાલ સમેટી લેવામાં આવી હતી. આથી જામનગર જિલ્લાના ૨૬૦ જેટલા કર્મચારીઓ પુન: ફરજ પર હાજર થતા સોમવારે કચેરીઓમાં ઘમધમાટ જોવા મળશે. મહેસૂલી કર્મચારીઓની હડતાળથી આવક સહીતના દાખલા, ક્રીમીલેયર સહીતના પ્રમાણપત્રો અને મહેસૂલી કામગીરી ઠપ્પ થતાં અરજદારો ત્રાહીમામ પોકારી ગયા હતાં. જો કે હડતાળ સમેટાતા અરજદારોએ રાહતનો શ્વાસ લીધો છે.
બીજી બાજુ આઇએલઆર કચેરીના વર્ગ-૩ના કર્મચારીઓ પણ હળતાળ પર ઉતર્યા હતાં. શહેર-જિલ્લામાં ૬૮ કર્મચારીઓ કામગીરીથી અળગા રહેતા સીટી સર્વે કચેરીમાં વારસાઇ, વેંચાણ,બક્ષીસ, પાર્ટીસન, દીશામાપણી, બોજો દાખલ,મુકિત નોેંધ સહીતની મહત્વની કામગીરી ઠપ્પ થઇ ગઇ હતી. આથી અરજદારોને ધરમના ધકકા થતાં સમય અને નાણાંનો વેડફાટ થયો હતો. જો કે, ગઇકાલે આ કર્મચારીઓની મંડળની સરકાર સાથે વાટાધાટો થઇ હતી. જેમાં પડતર માંગણીનો ઉકેલવા સરકારે હકારાત્મક અભિગમ દાખવતા હડતાળનો અંત આવ્યો હતો. આથી આ કચેરીઓ પણ સોમવારથી પુન:ધમધમશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
