જામનગરમાં પાછળના તળાવ નજીક મેડીકલ વેસ્ટ અને કચરાના ગંજ
મહાપાલીકાના શહેરને કચરામુકત બનાવવાના અભિયાન સામે ગંભીર પ્રશ્ર્નાર્થ
ખુલ્લેઆમ જાહેરમાં કચરાનો નિકાલ:રખડતા પશુઓ વધુ ગંદકી ફેલાવે છે
જામનગર શહેરની આગવી ઓળખ અને સુંદરતામાં મહત્વનું સ્થાન ધરાવતા તળાવ પૈકીના પાછળના તળાવની આસપાસ લાંબા સમયથી ગંદકીની સમસ્યા જોવા મળી રહી છે. ખાસ કરીને મિગ કોલોનીથી તુલસી ટ્રાવેલ સુધીના વિસ્તારમાં જાહેરમાં કચરો ઠાલવવામાં આવતો હોવાના કારણે સમગ્ર વિસ્તાર ગંદકીથી ખદબદી રહ્યો હોય મનપાના શહેરને કચરામુકત બનાવવાના અભિયાન સામે ગંભીર પ્રશ્ર્નાર્થ સર્જાયા છે.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર તળાવની પાછળના ભાગમાં આસપાસના કેટલાક હોસ્પિટલ, મેડિકલ સ્ટોર તથા અન્ય વ્યવસાયિક એકમોમાંથી નીકળતો કચરો જાહેરમાં નાખવામાં આવતો હોવાની ફરિયાદો ઉઠી રહી છે. જેના કારણે તળાવની આસપાસનો વિસ્તાર કચરાના ઢગલામાં ફેરવાઈ રહ્યો છે. જો બાયોમેડિકલ કચરો પણ સામાન્ય કચરા સાથે જાહેરમાં નાખવામાં આવતો હોય તો તે બાબત વધુ ગંભીર બની શકે તેમ છે અને સંબંધિત તંત્ર દ્વારા તેની તપાસ કરવી જરૂરી બની છે. જાહેરમાં પડેલા કચરામાં રખડતા પશુ મોઢું મારતા હોવાથી કચરો રસ્તા તથા આસપાસના વિસ્તારમાં વેરાઈ જાય છે. પરિણામે દુર્ગંધ, ગંદકી અને પ્રદૂષણની સમસ્યા વકરતી જાય છે. બીજી તરફ તળાવની સુંદરતા પણ ઝાંખી પડી રહી છે. શહેરના તળાવોનું જતન, સ્વચ્છતા અને સુંદરતા જાળવવા માટે મહાનગરપાલિકા દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવે છે, ત્યારે શહેરના મહત્વના તળાવની પાછળના ભાગમાં આ પ્રકારે જાહેરમાં કચરો ઠાલવાતો રહે તે બાબત ગંભીર છે.
આ વિસ્તારમાં નિયમિત સફાઈ કરાવવા ઉપરાંત જાહેરમાં કચરો નાખતા એકમો સામે તપાસ અને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે, કચરો નાખવાની જગ્યાઓ પર દેખરેખ રાખવામાં આવે તથા જરૂરી સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે. પાછળના તળાવની આસપાસની ગંદકીની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવી તળાવની સુંદરતા અને સ્વચ્છતા જાળવવા માટે મહાનગરપાલિકા તથા સંબંધિત વિભાગ દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવે તે જરી બન્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
