જામનગર : જાહેરમાં કચરો કરનાર સામે ફરિયાદ કરજો, નામ ગુપ્ત રાખવામાં આવશે
જામનગર મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરની જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે, જાહેર સ્થળે કોઈ વ્યક્તિ દ્વારા કચરો નાખવામાં આવતો હોય, ગંદકી કરવામાં આવતી હોય અથવા ન્યુસન્સ સર્જવામાં આવતો હોય તો તેની જાણ મહાનગરપાલિકાને કરવામાં આવે. સંબંધિત ઘટનાનો ફોટો અથવા વીડિયો પોતાના વોર્ડના સેનિટરી સબ-ઇન્સ્પેક્ટર (એસ.એસ.આઈ.)ના વોટ્સએપ નંબર પર મોકલી ફરિયાદ કરી શકાશે. તમામ વોર્ડના સંબંધિત એસ.એસ.આઈ.ના નામ અને વોટ્સએપ નંબરની યાદી મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવી છે.
મહાનગરપાલિકાએ શહેરીજનોને અનુરોધ કર્યો છેે કે, શહેરને સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ રાખવા માટે આવી ગંદકી કે જાહેર સ્થળે કચરો નાખવાની ઘટનાઓ અંગે તાત્કાલિક જાણ કરવામાં આવે. ફરિયાદ અથવા માહિતી આપનાર નાગરિકની ઓળખ તથા વ્યક્તિગત માહિતી ગોપનીય રાખવામાં આવશે. જામનગર મહાનગરપાલિકાણી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા નાગરિકોની સફાઈ લક્ષી ફરિયાદોના ઝડપી નિવારણ માટે વોર્ડ વાઈઝ સેનિટરી સબ ઈન્સ્પેક્ટરની યાદી જાહેર કરાઈ છે.
નાગરિકો પોતાના વિસ્તારની સફાઈ, કચરા નિકાલ તેમજ અન્ય સ્વચ્છતા સંબંધિત ફરિયાદો માટે નીચે મુજબના વોર્ડ વાઈઝ અધિકારીઓનો સંપર્ક કરી શકશે. જેમાં વોર્ડ નં. ૧માં એસ.એસ.આઈ.: રાજેશ બી. વાઘેલા (મો. ૯૮૨૫૯ ૨૫૬૯૩) વોર્ડ ઓફિસ: બેડેશ્વર ફાટક પાસે, એકડે એક બાપુની દરગાહ, વોર્ડ નં. ૧/એમાં એસ.એસ.આઈ.: આશિષ મકવાણા (મો. ૭૫૬૭૦ ૭૦૫૧૫), વોર્ડ ઓફિસ: જોડીયા ભુંગા મેઈન રોડ, કરણ ઈન્ડસ્ટ્રીઝ બાજુમાં,વોર્ડ નં. ૨ ૨/એમાં એસ.એસ.આઈ.: રાહુલ રાઠોડ (મો. ૭૮૦૧૮ ૦૧૨૭૭), ચિરાગ એમ. ટાકોદરા (મો. ૭૩૮૩૭ ૨૬૬૪૪), વોર્ડ ઓફિસ: ગાંધીનગર, માજોઠીનગર, એસ.ઈ.વી.ટી. કોલેજ પાછળ, વોર્ડ નં.૩માં એસ.એસ.આઈ.: ભરત એચ. વાઘેલા (મો. ૯૭૧૪૮ ૩૨૫૫૧), વોર્ડ ઓફિસ: પટેલ કોલોની શેરી નં. ૬ ના છેડે, વોર્ડ નં. ૩/એમાં એસ.એસ.આઈ.: મહેન્દ્રસિંહ કે. જાડેજા (મો. ૯૦૯૯૦ ૩૫૭૨૬), વોર્ડ ઓફિસ: હિંમતનગર મેઈન રોડ, પથિક આશ્રમ બ્લડ બેંક સામે, વોર્ડ નં. ૪માં એસ.એસ.આઈ. ભીમશી એન. ગોજીયા (મો. ૮૭૫૮૫ ૧૮૧૮૧), વોર્ડ ઓફિસ: રામેશ્વર નગર કેનાલના કાંઠે, વોર્ડ નં. ૪/એમાં એસ.એસ.આઈ.: ચિરાગ એમ. દાફડા (મો. ૮૪૦૧૯ ૪૧૦૯૯),વોર્ડ ઓફિસ: પંચાયત ઓફિસ રોડ, કાંતીભાઈ ભંગારવાળાના ડેલા સામે, વોર્ડ નં. ૫ ૫/એમાં એસ.એસ.આઈ.: મિલન એમ. નારોલા (મો. ૯૦૨૫૦ ૨૪૦૯૬), મીત કનખરા (મો. ૯૭૭૩૪ ૫૧૧૧૦), વોર્ડ ઓફિસ: જોગર્સ પાર્ક પાસે / શરૂ સેક્શન રોડ, સિવીક સેન્ટર પાસે, વોર્ડ નં. ૬માં એસ.એસ.આઈ. ગીરીશ આર. સબાડ (મો. ૯૦૯૯૮ ૩૩૮૮૮), વોર્ડ ઓફિસ: મયુરનગર, વામ્બે આવાસ, ડો. આંબેડકર કોમ્યુનિટી હોલ, વોર્ડ નં. ૬/એ ૭માં એસ.એસ.આઈ.: કેતન એમ. નારોલા (મો. ૯૮૨૫૦ ૨૨૬૨૩), શૈલેષ વી. રાઠોડ (મો. ૯૮૭૯૦ ૮૬૦૦૭), વોર્ડ ઓફિસ: ડિફેન્સ કોલોની, વુલનમીલ ચાલી / ૮૦ ફૂટ રોડ, બી.એસ.એન.એલ.ની ઓફિસ બાજુમાં કાર્યરત છે.
જયારે વોર્ડ નં. ૭/એ ૮માં એસ.એસ.આઈ.: રાજેશ ટી. માધવાચાર્ય (મો. ૯૦૯૯૦ ૭૩૦૦૮), ભરત ચાવડા (મો. ૮૨૦૦૯ ૧૯૫૫૯), વોર્ડ ઓફિસ: એરફોર્સ-૨ ના ગેટ સામે, સત્યમ કોલોની મેઈન રોડ / નેવીલ પાર્ક સામે, સિવીક સેન્ટરની બાજુમાં, વોર્ડ નં. ૮/એમાં એસ.એસ.આઈ.: ગોપાલ ડી. સરધારા (મો. ૯૦૯૯૦ ૭૩૦૨૧), વોર્ડ ઓફિસ: ઉદ્યોગનગર, મેલડી માતાના મંદિર પાસે, વોર્ડ નં. ૮/બીમાં એસ.એસ.આઈ.: સુરજીતસિંહ જાડેજા (મો. ૬૩૫૧૦ ૯૮૦૩૬),વોર્ડ ઓફિસ: ગોકુલનગર રોડ, નવી આંગણવાડી, કરંગીયા હોસ્પિટલ પાસે, વોર્ડ નં. ૯/એમાં એસ.એસ.આઈ.: પાર્થ કે. સચદેવ (મો. ૮૩૨૦૧ ૬૧૭૮૨), વોર્ડ ઓફિસ: ક્રિકેટ બંગલા પાસે, હોમ ગાર્ડ ઓફિસ સામે, વોર્ડ નં. ૧૦માં એસ.એસ.આઈ.: ભરત ધ્રુવ (મો. ૯૮૨૪૮ ૭૫૮૪૫), વોર્ડ ઓફિસ: તાલુકા શાળા, આણંદાબાવા ચકલો, વોર્ડ નં. ૧૦/એમાં એસ.એસ.આઈ.: ખોડીદાસ મકવાણા (મો. ૯૯૯૮૭ ૮૦૩૫૩), વોર્ડ ઓફિસ: ત્રણ દરવાજા પાસે, વોર્ડ નં. ૧૧માં એસ.એસ.આઈ.: મયુર આર. દુદાણી (મો. ૭૦૪૧૩ ૦૧૮૦૬), વોર્ડ ઓફિસ: ભોય સમાજની વાડી પાસે, વોર્ડ નં. ૧૧/એમાં એસ.એસ.આઈ.: જયદીપસિંહ જાડેજા (મો. ૯૧૩૭૧ ૧૧૧૩૭), વોર્ડ ઓફિસ: ગુલાબનગર જકાતનાકા, સિવીક સેન્ટર, વોર્ડ નં. ૧૨માં એસ.એસ.આઈ.: નિલેશ એન. પરમાર (મો. ૯૦૯૯૦ ૭૩૦૦૪), વોર્ડ ઓફિસ: દયાનંદ કોમ્યુનિટી સરસ્વતી હોલ,વોર્ડ નં. ૧૨/એમાં સ.એસ.આઈ.: વિશાલ કણજારીયા (મો. ૯૪૨૬૯ ૯૩૨૫૩), વોર્ડ ઓફિસ: કાલાવડ નાકા બહાર જકાત નાકું, વોર્ડ નં. ૧૩માં એસ.એસ.આઈ.: યુવરાજસિંહ કંચવા (મો. ૯૬૬૨૩ ૬૯૬૧૦)માં વોર્ડ ઓફિસ: દરબાર ગઢ સર્કલ,વોર્ડ નં. ૧૩/એમાં એસ.એસ.આઈ.: વિશાલ ડી. વાઘેલા (મો. ૯૭૧૪૪ ૪૯૫૯૬), વોર્ડ ઓફિસ: નાનકપુરી સિંધી હાઈસ્કૂલ પાસે, વોર્ડ નં. ૧૪માં એસ.એસ.આઈ.: દિપક એમ. પરમાર (મો. ૯૦૯૯૦ ૭૩૦૨૨), વોર્ડ ઓફિસ: ન્યુ ગોદડીયા સ્કૂલ પાસે, નહેરના કાંઠે, વોર્ડ નં. ૧૪/એમાં એસ.એસ.આઈ.: બીપીનકુમાર ચાવડા (મો. ૯૯૨૫૨ ૯૧૪૨૨), વોર્ડ ઓફિસ: ઝોલી બંગલો, સિદ્ધાર્થ શોપીંગ સેન્ટર પાસે, વોર્ડ નં. ૧૫માં એસ.એસ.આઈ.: કપીલ આર. પીઠડીયા (મો. ૯૦૯૯૦ ૭૩૦૨૯), વોર્ડ ઓફિસ: મિસ્ત્રી રોડ, વિમાના દવાખાના પાસે, વોર્ડ નં. ૧૫/એમાં એસ.એસ.આઈ.: જતીન એચ. ચાંદ્રા (મો. ૭૯૮૪૮ ૩૮૨૧૫), વોર્ડ ઓફિસ: હીરજી દેપાળ સ્કૂલ, દિગ્વિજય પ્લોટ ૪૫, માલુભા ચોક, વોર્ડ નં. ૧૫/બીમાં એસ.એસ.આઈ.: જગદીશ એસ. ગોહિલ (મો. ૮૪૮૮૮ ૯૬૨૬૭), વોર્ડ ઓફિસ: ૪૯ મેઈન રોડ, જૂની આંગણવાડી ઓફિસ, વોર્ડ નં. ૧૬માં એસ.એસ.આઈ.: વિજય જગદીશ વાઘેલા (મો. ૯૯૨૫૦ ૨૯૯૫૭), દેવજી મોહન રાઠોડ (મો. ૮૪૯૦૯ ૯૪૫૮૧),વોર્ડ ઓફિસ: લાલપુર રોડ, ગ્રીનસીટી ઓફિસ ક્ધટેઈનર / દેવરાજ પાર્ક, ઘાંચી કબરસ્તાનના ખૂણા ઉપર,વોર્ડ નં. ૧૬/એમાં એએસઆઇ ચિરાગ એન. સોલંકી (મો. ૯૦૯૯૦ ૭૩૦૨૫),વોર્ડ ઓફિસ: ક્રિષ્ના રણજીત સાગર રોડ, પમ્પહાઉસ સામે, જૂના જકાત નાકા પાસે કાર્યરત છે જામનગર મહાનગરપાલિકા દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે પોતાના વિસ્તારની સફાઈ લક્ષી રજૂઆત કે ફરિયાદ માટે સંબંધિત સેનિટરી સબ ઈન્સ્પેક્ટરનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.