જામનગર જિલ્લામાં નવરાત્રી દરમિયાન પોલીસનો એકશન પ્લાન
૭૮૯ ગરબા સ્થળો પર ચુસ્ત બંદોબસ્ત: ૧૩૭૧ પોલીસ તૈનાત: ૧૧ર મોબાઇલ, ૧પ સી ટીમ: એન.ડી.પી.એસ.ના ૬૬ આરોપીઓની તપાસ: પોલીસની ત્રણ દિવસીય મેગા ડ્રાઈવ: ગરબા ગ્રાઉન્ડથી અવાવરૂ સ્થળો સુધી ડ્રોન કેમેરાથી દેખરેખ
જામનગર જિલ્લામાં નવરાત્રિ મહોત્સવ દરમ્યાન કાયદા-વ્યવસ્થાની જાળવણી અને નાગરિકોની સલામતી માટે સુચારૂ આયોજન કરી ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, ર૧ કોમર્શીયલ ગરબા, ૭૮ મોટા ગરબા, ૬૯૨ શેરી ગરબા મળી કુલ ૭૮૯ ગરબાઓનું આયોજન થનાર છે. આ માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા બંદોબસ્તનું આયોજન કરાયું છે. સુરક્ષાના ભાગરૂપે પ૧ પોલીસ અધિકારીઓ અને અન્ય સુરક્ષાકર્મીઓ મળી ૧૩૭૧ બંદોબસ્તમાં તૈનાત રહેશે. ઉપરાંત ર૦ મોબાઇલ ટીમ, ૩ર જેટલી ૧૧ર મોબાઇલ ટીમો સતત પેટ્રોલીંગ કરશે. મહિલાઓની સુરક્ષા માટે ૧પ સી ટીમ ખાસ વોચ રાખશે, ઘોડેસ્વાર યુનિટ દ્વારા પેટ્રોલીંગ કરાશે. ટ્રાફીક પોલીસ દ્વારા અગત્યના પોઇન્ટ પર બંદોબસ્ત અને વાહન ચેકીંગ, કમાન્ડ એન્ડ કંટ્રોલ અને સીસી કેમેરાનું સતત મોનીટરીંગ કરાશે. આશરે ર૦૦ બોડીવોર્ન કેમેરાનો ઉપયોગ કરાશે. ગરબા અને આસપાસના સ્થળોમાં નાઇટ વીઝન ડ્રોન દ્વારા સર્વેલન્સ કરવામાં આવશે. અલગ અલગ ટીમો દ્વારા સતત ચેકીંગ કાર્યવાહી કરાશે.
નવરાત્રિ દરમ્યાન નાગરિકોને કોઇ પ્રકારની મદદની જર હોય તો ઇમરજન્સી હેલ્પલાઇન અથવા પોલીસ કંટ્રોલ મ ૦૨૮૮-૨૫૫૦૨૦૦ તથા ૬૩૫૯૬૫૭૮૦૦ નો સંપર્ક કરવા જણાવાયું છે. એસ.પી. ડો. રવિમોહન સૈનીની આગેવાનીમાં કોન્ફરન્સમાં વિગતો આપવામાં આવી હતી.
આ ઉપરાંત રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયની સૂચના અને જામનગર જિલ્લા પોલીસવડા ડો. રવિમોહન સૈનીના માર્ગદર્શન હેઠળ આ વિશેષ અભિયાન યોજાયું હતું. એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરીની સૂચનાથી એસ.ઓ.જી., સ્થાનિક પોલીસ, બી.ડી.ડી.એસ. ટીમ અને નાર્કોટિક્સ ડોગની મદદથી વિવિધ વિસ્તારોમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું.આ ડ્રાઈવ દરમિયાન એન.ડી.પી.એસ.ના ૬૬ આરોપીઓ ઉપરાંત ૪૫ શંકાસ્પદ ઈસમો, ૧૪ જાહેર પાર્કિંગ સ્થળો, ૭ કુરિયર સર્વિસ, ૨ રેલવે સ્ટેશન, ૯ બસ સ્ટેન્ડ અને ૧૨૩ ઓટોરિક્ષાચાલકોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. અગાઉ એન.ડી.પી.એસ.ના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓની હાલની પ્રવૃત્તિઓ અને તાજેતરની હિલચાલ અંગે પૂછપરછ કરી ભવિષ્યમાં આવા ગુનાઓથી દૂર રહેવા કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું હતું.
આ કામગીરી લાલપુર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક તથા જામનગર શહેર અને ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષકોના સુપરવિઝન હેઠળ એસ.ઓ.જી., એલ.સી.બી., એન્ટી નાર્કોટિક્સ વિંગ અને જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી.નવરાત્રી દરમિયાન નશીલા પદાર્થોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા જિલ્લા પોલીસ દ્વારા આ વિશેષ તકેદારીના પગલાં લેવામાં આવ્યા હોવાનું પોલીસની અખબારી યાદીમાં જણાવાયું છે.
નવરાત્રિ મહોત્સવ દરમિયાન ખેલૈયાઓ સુરક્ષિત અને ભયમુક્ત વાતાવરણમાં ગરબા રમી શકે તે માટે જામનગર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા સર્વેલન્સ, પેટ્રોલિંગ અને ટ્રાફિક વ્યવસ્થાપનનું સઘન આયોજન કરવામાં આવ્યું છે.
જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ અને જામનગર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાની સૂચનાથી સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઇ વી.એમ.ડોડીયા સહિત સર્વેલન્સ ટીમે નાઈટ વિઝન ડ્રોન કેમેરા થી વિવિધ સ્થળો પર દેખરેખ રાખી હતી.
સિટી-એ ડિવિઝન પોલીસ ટીમે ગરબા ગ્રાઉન્ડસ, પાર્કિંગ કમ્પાઉન્ડ, એસ.ટી.બસ ડેપો, ભીડભાડવાળી જગ્યાઓ તથા અવાવરૂ સ્થળો પર ડ્રોન થી સર્વેલન્સ કર્યું હતું. નવરાત્રિ દરમિયાન જાહેર સ્થળોએ સુરક્ષા જળવાઈ રહે અને ખેલૈયાઓ નિર્ભય બનીને ગરબાનો આનંદ માણી શકે તે હેતુ થી આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
