ખંભાળીયા: કલ્યાણપુરના મોટા આસોટા ગામમાં દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસનો દરોડો

  • May 26, 2026 01:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
  

ખંભાળીયા: કલ્યાણપુરના મોટા આસોટા ગામમાં દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસનો દરોડો

૨૭,૫૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત: આરોપી ફરાર

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે દારૂબંધીના કાયદા હેઠળ કડક કાર્યવાહી કરીને એક મોટી સફળતા મેળવી છે. રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને દેવભૂમિ દ્વારકાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા દ્વારા પ્રોહીબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ નાબૂદ કરવા આપેલી કડક સૂચના અન્વયે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. દ્વારકા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ કલ્યાણપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એન. હાથલીયા અને ભાટિયા આઉટ પોસ્ટના પોલીસ સબ ઇન્સપેક્ટર કે.પી. ઝાલાની સૂચનાથી પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો.

આ પેટ્રોલીંગ દરમિયાન એ.એસ.આઇ. કરશનભાઇ ચેતરીયા, એ.એસ.આઇ. ભીમશીભાઇ કાગડીયા અને પોલીસ હેડ કોન્સ્ટેબલ દિલીપભાઇ બાવળીયાને સંયુક્ત રીતે ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, મોટા આસોટા ગામે કાઠી વાડી સીમ વિસ્તારમાં રહેતો મનોજ નારણભાઇ ચાવડા પોતાના રહેણાંક મકાને દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક તે સ્થળે રેઇડ પાડી હતી.આ દરોડા દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી દેશી દારૂ બનાવવાનો ૬૦૦ લીટર કાચો આથો (કિંમત રૂ. ૧૨,૦૦૦/-), ૭૫ લીટર તૈયાર દેશી પીવાનો દારૂ (કિંમત રૂ. ૧૫,૦૦૦/-) તેમજ દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીના સાધન-સામગ્રી (કિંમત રૂ. ૫૦૦/-) મળીને કુલ ૨૭,૫૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આ મામલે કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કર્યો છે અને હાલ ફરાર આરોપી મનોજ નારણભાઇ ચાવડાને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

આ સફળ કામગીરી કરનારી ટીમમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર.એન. હાથલીયા, એ.એસ.આઇ. કે.જી. ચેતરીયા, એ.એસ.આઇ. બી.આર. કાગડીયા, પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.એમ. બાવળીયા તેમજ પોલીસ હેડ કોન્સ્ટેબલ એમ.કે. બરાઇ જોડાયા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News