જામનગર: જામજોધપુરની સીમમાં દારૂના જથ્થા સહિત ૪૪.૪૦ લાખનો મુદ્દામાલ કબજે
ધોરીયાનેશ વિસ્તારમાં કટીંગ વખતે પોલીસ ત્રાટકી : ૧૫,૬૦૦ બોટલ વિદેશી દારૂ, ટ્રક અને ત્રણ મોટરસાયકલ જપ્ત : સાત શખ્સોની શોધખોળ
જામજોધપુર તાલુકાના ધોરીયા નેસ સીમ વિસ્તારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના જંગી જથ્થા સાથે કુલ ૪૪.૪૦ લાખનો મુદ્દામાલ જામજોધપુર પોલીસે કબજે કરી ગણનાપાત્ર પ્રોહિબિશન કેસ શોધી કાઢ્યો છે. દરોડા દરમિયાન દારૂનો જથ્થો ઉતારી કટીંગ કરી અન્ય સ્થળે વેચાણ માટે સગેવગે કરવાની તૈયારી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચના તથા લાલપુર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતીભા આઈપીએસના માર્ગદર્શન હેઠળ જામજોધપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.એન. શેખની આગેવાની હેઠળ પોલીસ સ્ટાફ પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિ અંગે પેટ્રોલિંગમાં હતો.
દરમિયાન એએસઆઈ સુરેશભાઈ આર. પરમાર, લક્ષમણ ચાવડા, વલ્લભ ભાટુ, અશોક ગાગીયા અને કૌશિકભાઇને સંયુક્ત બાતમી મળી હતી કે ધોરીયા નેસ ખાતે રહેતા નાથાભાઈ લાલાભાઈ મોરી, રાજુભાઈ ઉર્ફે બાઠીયો મોરી તથા તેમના મળતીયાઓએ વિદેશી દારૂ ભરેલો ટ્રક મંગાવ્યો છે અને ટ્રકમાંથી દારૂ ઉતારી કટીંગ કરી અન્યત્ર વેચાણ માટે મોકલવાની તૈયારી કરી રહ્યા છે.
બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતા સરકારી તથા ખાનગી વાહનોની લાઈટ જોઈ હાજર શખ્સો નાસી છૂટ્યા હતા. સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂના ચપટા બોટલો નંગ-૧૫,૬૦૦, કિંમત ૨૩,૪૦,૦૦૦, ટાટા કંપનીનો ટ્રક કિંમત ૨૦,૦૦,૦૦૦, તેમજ ત્રણ મોટરસાયકલ સહિત અન્ય મુદ્દામાલ મળી કુલ ૪૪,૪૦,૫૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ અંગે પોલીસ કોન્સ્ટેબલ અશોકભાઈ બાબુભાઈ ગાગીયાએ ફરિયાદ નોંધાવતા પીઆઈ એમ.એન. શેખે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પકડવાના બાકી આરોપીઓમાં મુખ્ય સૂત્રધાર નાથાભાઈ લાલાભાઈ મોરી તથા રાજુભાઈ ઉર્ફે બાઠીયો મોરી, બંને રહે. ધોરીયા નેસ, તા. જામજોધપુર, તેમજ ટ્રક નં. જીજે૨૫યુ-૯૩૭૫ના ચાલક, ત્રણેય મોટરસાયકલ નં. જીજે૩એચકયુ-૭૧૭૬, જીજે૩એમએસ-૨૯૬૬ અને જીજે૧૦ડીકે-૮૨૨૨ના ચાલકો અને તપાસમાં ખુલનારા અન્ય શખ્સોનો સમાવેશ થાય છે. પોલીસ દ્વારા તમામની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
