હાલારમાં વીજચોરો પર તવાઇ, પાંચ દી માં રૂ.૫.૮૪ કરોડની પાવરચોરીનો પર્દાફાશ
મેગા દ્રાઈવમાંં ૩૮૨૫ માંથી ૫૩૨માં વીજ ગેરરીતિ ખૂલી, આસામીઓ સામે પોલીસ ફરિયાદ
બંને જિલ્લામાં કુલ ૫૨ વીજટુકડીઓ દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે ચેકીંગ કરાયું
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પીજીવીસીએલના જામનગર સર્કલ દ્વારા ગત તા.૨૧ સપ્ટેમ્બરથી તા.૨૫ સપ્ટેમ્બર સુધી પાંચ દિવસ દરમિયાન સઘન વીજચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. વીજચોરી અટકાવવા માટે બંને જિલ્લામાં કુલ ૫૨ ટીમોને મેદાનમાં ઉતારીને શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વીજજોડાણોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. કુલ પાંચ દીવસમાં અધધધ.. રૂ.૫.૮૪ કરોડની પાવરચોરીનો પર્દાફાશ થયો છે. વીજચોરી કરનાર આસામીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે.
પીજીવીસીએલની ટીમો દ્વારા જામનગર શહેર ઉપરાંત જામનગર, લાલપુર, કાલાવડ, ધ્રોલ અને કલ્યાણપુર તાલુકા તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ અને ખંભાળિયા તાલુકાના વિવિધ ગામોમાં સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. પાંચ દિવસ દરમિયાન કુલ ૩,૮૨૫ વીજજોડાણોની તપાસ કરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન કુલ ૫૩૨ વીજજોડાણોમાં વીજચોરી ઝડપાઈ હતી. આ વીજચોરીના કેસોમાં પ્રાથમિક આકારણી મુજબ કુલ રૂ.૫૮૪ લાખ એટલે કે અંદાજે રૂ.૫.૮૪ કરોડની વીજચોરી પકડી પાડવામાં આવી હોવાનું પીજીવીસીએલના જામનગર સર્કલના આંકડામાં સામે આવ્યું છે. પીજીવીસીએલ દ્વારા પાંચ દિવસ સુધી સતત ચલાવવામાં આવેલી આ મેગા વીજચેકિંગ ઝુંબેશમાં મોટી સંખ્યામાં વીજચોરીના કેસો સામે આવતા વીજચોરોમાં ફફડાટ ફેલાયો હતો. શહેરથી લઈને ગ્રામ્ય વિસ્તારો સુધી એકસાથે તપાસ હાથ ધરાતા વીજચોરી કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
