દ્વારકાની પાવન ભૂમિ ખાતે ગોમતી ઘાટે ‘આશીર્વાદનો દીપ’ પ્રગટાવી વડાપ્રધાનના દીર્ઘાયુની પ્રાર્થના કરી
સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય પબુભા માણેક સહિતના મહાનુભાવો આરતી કરી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મુખ્યમંત્રી તથા વડાપ્રધાન તરીકેના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે જનસેવા થી રાષ્ટ્ર સેવાના વડાપ્રધાનના સંકલ્પને બીરદાવવા ભગવાન દ્વારકાધીશની પાવન ભૂમિ દ્વારકાના ગોમતી ઘાટ ખાતે નાગરિકોએ ‘આશીર્વાદનો દીપ’ પ્રગટાવી વડાપ્રધાનની જનસેવાને બિરદાવી હતી.
આ તકે સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા પંચાયત પ્રમુખ ગૌરીબેન હાથિયા, ધારાસભ્ય પબુભા માણેક, કલેકટર રાજેશ તન્ના, જિલ્લા વિકાસ અધિકારી કે.પી.જોશી, નગરપાલિકા પ્રમુખ કોમલબેન ડાભી, પ્રાંત અધિકારી વાય.પી.ગઢવી સહિત સ્થાનિક અગ્રણીઓ તેમજ નાગરિકો જોડાયા હતા.
નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના જનસેવાના સંકલ્પને તા .૧૭ સપ્ટેમ્બરથી તા.૧૭ ઓક્ટોબર એમ એક મહિના સુધી રાજ્યભરમાં સેવા સંકલ્પ અભિયાનનો પ્રારંભ થયો છે. આ અભિયાન અંતર્ગત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
