જામનગર જીલ્લામાં નવરાત્રી પર્વ પુર્વે ચેકીંગ ડ્રાઇવ

  • October 08, 2026 01:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જીલ્લામાં નવરાત્રી પર્વ પુર્વે ચેકીંગ ડ્રાઇવ

અગત્યના સ્થળોએ બ્રેથ એનેલાઇઝર સાથે તપાસણી અને સી-ટીમ દ્વારા પેટ્રોલીંગ

જામનગરમાં આગામી નવરાત્રી તહેવાર અનુસંધાને જામનગર જીલ્લામાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થીતી જળવાઇ રહે તે માટે અલગ અલગ વિસ્તારોમાં ચેકીંગ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

નવરાત્રીના પર્વ પુર્વે પોલીસ વિભાગ દ્વારા સુચારૂ આયોજન ઘડી કાઢીને ચેકીંગ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જામનગર જીલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈની, ડીવાયએસપી ઝાલા, ડીવાયએસપી વાંદાના માર્ગદર્શન હેઠળ અલગ વિસ્તારોમાં ડ્રાઇવ અને પેટ્રોલીંગની કાર્યવાહી કરવામાં આવી છેે.

જામનગર જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થીતી જળવાઇ રહે અને કોઇ અનીચ્છનીય બનાવ ન બને તે માટે ગઇકાલે રાત્રીના અગત્યના સ્થળોએ બ્રેથ એનેલાઇઝર સાથે વાહન ચેકીંગ ડ્રાઇવ તેમજ સી-ટીમ દ્વારા પેટ્રોલીંગ કરવામાં આવ્યુ હતું.

નવરાત્રીના પર્વ અનુસંધાને પોલીસ વિભાગ દ્વારા તાજેતરમાં જ એસપીના અઘ્યક્ષ સ્થાને ગરબા આયોજકો અને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી જેમાં કેટલાક મહત્વના સુચનો અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું, લોકો શાંતિપુર્ણ રીતે પર્વની ઉજવણી કરી શકે એ માટે અલગ અલગ વિસ્તારોમાં બંદોબસ્ત તેમજ રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ અને ચુનંદા અધિકારીઓની રાહબરી હેઠળ સુચારૂ આયોજન કરાયું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application