જામનગરના પોકસો કેસમાં પેરોલ જમ્પ કરનાર કેદી દ્વારકામાં ઝડપાયો

  • August 14, 2026 12:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના પોકસો કેસમાં પેરોલ જમ્પ કરનાર કેદી દ્વારકામાં ઝડપાયો

જામનગર સીટી-બી ડિવિઝનના પોક્સો કેસમાં ૨૦ વર્ષની સજા પામેલ પેરોલ જમ્પ કરનાર કેદીને દેવભૂમિ દ્વારકા પોલીસે ઝડપી પાડ્યો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ.સી.બી. ટીમ દ્વારા પેરોલ રજા પરથી ફરાર થયેલા સજાપામેલ કેદીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક અને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધીક્ષકની સૂચના મુજબ કઈઇ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ ટીમ કાર્યરત હતી.

આ દરમિયાન એલ.સી.બી.ના હેડ કોન્સ્ટેબલ પીઠાભાઈ ગોજીયા અને કોન્સ્ટેબલ જયપાલસિંહ જાડેજાને ચોક્કસ બાતમી મળી હતી કે જામનગર સિટી ’બી’ ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ પોક્સો અને ભારતીય ન્યાય સંહિતાના ગુનામાં ૨૦ વર્ષની સજા પામેલો આરોપી સંજય ભીમજીભાઈ મકવાણા (રહે. ગોકુલનગર, જામનગર) પેરોલ રજા પૂરી થયા બાદ રાજકોટ જેલ ખાતે હાજર ન થઈ ફરાર થઈ ગયો છે અને હાલ દ્વારકાના રાવળ તળાવ પાસે હાજર છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને કેદી સંજય મકવાણાને દ્વારકા ખાતેથી ઝડપી લીધો હતો. બાદમાં તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી બાકીની સજા ભોગવવા માટે તેને રાજકોટ જેલ ખાતે સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application