વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે સરકારી ડેન્ટલ કોલેજ અને રિલાયન્સ ગ્રુપના સહયોગથી જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

  • May 30, 2026 04:44 PM 

વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે સરકારી ડેન્ટલ કોલેજ અને રિલાયન્સ ગ્રુપના સહયોગથી જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

કાર્યક્રમમાં લોકો માટે આરોગ્ય તપાસ, પ્રદર્શન તથા ઇન્ટરેક્ટિવ ગેમ્સનું આયોજન કરાયું

 
જામનગર તા.૩૦ મે, વિશ્વ તમાકુ નિષેધ દિવસ-૨૦૨૬ નિમિત્તે જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલ તથા રિલાયન્સ ગ્રુપના સહયોગથી રિલાયન્સ રિફાઈનરી ખાતે  “તમાકુના આકર્ષણનો પર્દાફાશ : નિકોટિનની લત અને વ્યસન સામે જાગૃતિ” થીમ આધારિત વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ અંતર્ગત રિલાયન્સ રિફાઇનરીના કામદારો તેમજ તેમના પરિવારજનો માટે આરોગ્ય તપાસ, સ્વેબ ટેસ્ટ દ્વારા મૌખિક કેન્સર નિદાન, તમાકુ નિષેધ પરામર્શ (ટોબેકો સેસેશન કાઉન્સેલિંગ), પ્રદર્શન પ્રવૃત્તિઓ અને ઈન્ટરએક્ટિવ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત, તમાકુના વ્યસનથી થતી હાનિઓ અંગે જનજાગૃતિ ફેલાવવા માટે રિલાયન્સ ગ્રુપ દ્વારા નાટક પણ રજૂ કરવામાં આવ્યું હતું.

આ સમગ્ર કાર્યક્રમ શ્રેણીનો મુખ્ય ઉદ્દેશ્ય તમાકુની લત તથા તેના આરોગ્ય પર પડતા ગંભીર અને હાનિકારક પ્રભાવ અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો અને તમાકુમુક્ત જીવનશૈલી અપનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

આયોજિત વિવિધ પ્રવૃત્તિઓને ઉપસ્થિત લોકો તરફથી ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો હતો. આ કાર્યક્રમ થકી જનજાગૃતિ, આરોગ્ય પરીક્ષણ અને પરામર્શ જેવી સેવાઓના માધ્યમથી તમાકુ નિષેધનો સંદેશ વ્યાપક સ્તરે પહોંચાડવામાં આવ્યો હતો. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application