જામનગરમાં કોર્મશીયલ કોમ્પલેકસના પાર્કીંગ ખુલ્લાની કવાયત,સફળતા સામે સવાલ
ઝુંબેશ: મહાપાલીકાની ટીપીઓ શાખા દ્વારા ઇન્દીરા, પીએન, શરૂ સેકશન, રણજીતસાગર સહીતાના માર્ગો પર સર્વેની કામગીરી
સેલર પાર્કીંગ બંધ હોય તે ખુલ્લા કરાશે: સર્વેમાં પાર્કીંગમાં કરાયેલા દબાણો સામે નોટીસ, ઇમ્પેકટ ફીના કાયદા, ડીમોલીશનની પ્રક્રીયા કરવામાં આવશે
જામનગરમાં કોર્મશીયલ કોમ્પલેકસના પાર્કીંગ ખુલ્લા કરવાની કવાયત વધુ એક વખત મહાનગરપાલીકા દ્વારા હાથ ધરવામાં આવી છે. પરંતુ આ કામગીરીના સફળતા સામે સવાલ ઉઠયા છે. મહાનગરપાલીકાની ટીપીઓ શાખા દ્વારા ઇન્દીરા, પીએન, શરૂ સેકશન, રણજીતસાગર સહીતના માર્ગો પર સર્વેની કામગીરી હાથ ધરી સેલર પાર્કીંગ બંધ હશે તે ખુલ્લા કરવામાં આવશે. જો સર્વેમાં પાર્કીગમાં દબાણ જણાશે તો તેની સામે નોટીસ, ઇમ્પેકટ ફીના કાયદા, ડીમોલીશનની નિયમ મુજબની પ્રક્રીયા કરવામાં આવશે.
જામનગરમાં મહાનગરપાલીકા દ્વારા સ્વચ્છતાની ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત શહેરમાં ઠેર ઠેર રાખેલી મોટી કચરાપેટીઓ દૂર કરી દરેક વોર્ડમાં ચેકીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. બીજી બાજુ મહાનગરપાલીકા દ્વારા શહેરમાં કેન્સરની જેમ વકરેલી ટ્રાફીક સમસ્યા હળવી કરવા પણ કમર કસવામાં આવી છે. જે અંતર્ગત મહાનગરપાલીકાની ટીપીઓ શાખા દ્વારા શહેરના મુખ્ય ઇન્દીરા માર્ગ, પંડીત નહેરૂ માર્ગ, શરૂ સેકશન રોડ, પવનચકકીથી લાલપુર બાયપાસ સુધી એટલે કે રણજીત સાગર રોડ સહીતના માર્ગો પર કોર્મશીયલ કોમ્પલેકસના પાર્કીંગનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે. આ સર્વેની કામગીરી દરમ્યાન જો પાર્કીંગ બંધ હશે તો તેને ખોલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તદઉપરાંત સર્વેમાં જો પાર્કીગમાં દબાણો હશે તો નિયમ મુજબ તેને દૂર કરવા નોટીસ અને ત્યારબાદ ડીમોલીશન અને જો ઇમ્પેકટ ફીના કાયદા હેઠળ નિયમિત થતા હશે તો તે મુજબ પ્રક્રીયા કરવામાં આવશે તેમ અધિકારીઓએ જણાવ્યું છે. જો કે, કોર્મશીયલ કોમ્પલેકસના ૫ાર્કીંગ બહાર એટલે કે માર્ગ પર વાહનો પાર્ક કરેલા હોય તેને દૂર કરવાની જવાબદારી મનપાની ન હોવાનું તેઓએ ઉમેર્યું હતું. ફકત મનપામાંથી મંજૂરી મેળવેલા કોર્મશીયલ કોમ્પલેકસના પાર્કીંગ ખુલ્લા કરાવામાં આવશે.
અત્રે નોંધનીય છે કે, શહેરમાં મોટાભાગના કોર્મશીયલ કોમ્પલેકસમાં પાર્કીંગ હોવા છતાં વાહનો માર્ગ પર પાર્ક કરવામાં આવી રહ્યા છે. જેના કારણે ટ્રાફીક સમસ્યા નાસૂર બની છે. માર્ગ પર આડેધડ પાર્ક કરેલા વાહનો ટોઇંગ કરી પોલીસ સંતોષ માની રહી છે. નવાઇની વાત તો એ છે કે, શહેરમાં ચોકકસ ચાંદીબજાર, રણજીત રોડ, સુપર માર્કેટ સહીત અન્ય ગણ્ય ગાંઠયા માર્ગો પર વાહનો ટોઇંગ કરવામાં આવે છે. જયારે ટ્રાફીકથી ધમધમતા ટાઉનહોલ સર્કલ કે જયાં માર્ગની ફરતે વાહનો પાર્ક કરેલા હોય દરરોજ છાશવારે ટ્રાફીક સમસ્યા સર્જાય છે ત્યાં ટોઇંગની કામગીરી કરવામાં ન આવતા શંકા સાથે અનેક સવાલો ઉઠયા છેે. બીજી બાજુ કોર્મશીયલ કોમ્પલેકસના સેલર પાર્કીંગનો ઉપયોગ કરવામાં લોક જાગૃતિનો પણ અભાવ છે. ઘણા સ્થળો પર તો કોર્મશીયલ કોમ્પલેકસના પાર્કીંગ વાહનો પાર્ક કરવામાં નાના પડી રહ્યા છે. આ તમામ કારણોસર મહાનગરપાલીકા દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર આવેલા કોર્મશીયલ કોમ્પલેકસના પાર્કીંગ ખુલ્લા કરાવાની ઝુંબેશની સફળતા સામે સળગતા સવાલ ઉઠયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
