જામનગરમાં ઘોડીપાસની મીની કલબ પર દરોડો : પાંચ પકડાયા

  • October 10, 2026 11:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં ઘોડીપાસની મીની કલબ પર દરોડો : પાંચ પકડાયા

દિ.પ્લોટ-૪૯માં પોલીસ ત્રાટકી : ૧.૧૫ લાખની રોકડ સહિતનો મુદામાલ કબ્જે : બગધરા સીમમાં તિનપત્તી ખેલતા ચાર ઝબ્બે : ચાર ફરાર

જામનગરના દિગ્વીજય પ્લોટ-૪૯, ગરબી ચોક પાસે રહેતા સાગર હુરબડા નામનો શખ્સ પોતાના ભોગવટાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી, નાલ ઉઘરાવી ઘોડીપાસાના જુગારનો અખાડો ચલાવે છે જે બાતમીના આધારે સીટી-એ ડીવીઝન પોલીસે દરોડો પાડીને પાંચને પકડી લીધા હતા. ૧.૧૫ લાખની રોકડ, મોબાઇલ અને બે બાઇક મળી ૨.૨૦ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. જયારે જામજોધપુરના બગધરા સીમ વિસ્તારમાં લાઇટના અંજવાળે તિનપતીનો જુગાર રમતા ચારને પકડી લીધા હતા અને ચાર નાશી ગયા હતા.

જામનગરના દિ.પ્લોટ-૪૯, ગરબી ચોક જલેશ્ર્વરી વસ્તુ ભંડાર પાછળ રહેતા સાગર ઉર્ફે સેન્ગુ હંસરાજ હુરબડા નામનો શખ્સ પોતાના ભોગવટાના મકાનમાં બહારથી માણસો બોલાવી અંગત ફાયદા માટે નાલ ઉઘરાવી સાધનો પુરા પાડી ઘોડીપાસાના જુગારનો અખાડો ચલાવે છે, પોલીસે દરોડો પાડીને સાગર ઉપરાંત જુગાર રમતા દિ.પ્લોટ ૫૮, કૃષ્ણ કોલોની-૫માં પરાગ એપાર્ટમેન્ટ ફલેટ નં. ૧૫માં રહેતા વેપાર કરતા દિપક ઉર્ફે દિપુ સરગમ ગોવિંદ ખીચડા, દિ.પ્લોટ ૪૯માં રહેતા વેપાર કરતા વિરમદેવસિંહ રતનજી જાડેજા, દિ.પ્લોટ ૫૪ વિશ્રામવાડી ચોકમાં રહેતા મોહન નાનજી મંગે અને મહાવિરનગરમાં રહેતા ભરત શંકર નારોલા નામના શખ્સોને પકડી લીધા હતા, જયારે હિરજી મિસ્ત્રી રોડ પાસે રહેતા રાજુ ઉર્ફે બાલી ભાગી ગયો હતો.

દરોડા દરમ્યાન પોલીસ દ્વારા ૧.૧૫ લાખની રોકડ, બે મોબાઇલ, બે મોટરસાયકલ, પાસા મળી કુલ ૨.૨૦.૫૦૦નો મુદામાલ કબ્જે કરી તમામની સામે જુગારધારા મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી. 

બીજા દરોડામાં જામજોધપુરના બગધરા કાગુળી સીમમાં મનસુખભાઇની વાડીના શેઢા પાસે ખરાબામાં જાહેરમાં ટોર્ચલાઇટના અંજવાળે તિનપતીનો જુગાર રમતા ઉપલેટાના પડવલા ગામના અને ખેતી કરતા આરીફ આમદ મંધરા, પડવલાના ફિરોજ હાજી નોયડા, ફિરોજ હુશેન નોયડા, બગધરા ગામના રવિ અરજણ મહેતાને પકડી લીધા હતા તેની પાસેથી ૧૦.૨૦૦ની રોકડ, બે મોબાઇલ, ૩ મોટરસાયકલ મળી ૧.૨૦.૨૦૦નો મુદમાલ શેઠવડાળા પોલીસે જપ્ત કર્યો હતો.
દરોડા વખતે બુટાવદરનો પરબત વાલા મકવાણા, બગધરાનો મનસુખ બાવનજી મહેતા, ખીરસરાના રામજી સુખા કોળી તથા ખીરસરાનો લાલોભાઇ નામના ચાર શખ્સો રફુચકકર થઇ ગયા હતા. જેની તપાસ ચલાવવામાં આવી રહી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application