હાલારમાં મેઘમહેર યથાવત: વધુ અડધાથી દોઢ ઇંચ વરસાદ
યાત્રાધામ દ્વારકામાં જગત મંદિર છપ્પન સીડી પરથી પાણી વહ્યા, વરસતા વરસાદ વચ્ચે ભાવિકોએ ભગવાન દ્વારકાધીશનાં ચરણોમાં શીશ ઝુકાવ્યું
ઓખા મંડળ દ્વારકામાં ગઇકાલે ૪ કલાકમાં ૩ ઇંચ પાણી વરસ્યું: લૈયારા દોઢ, હડીયાણા, ખરેડી, જાલીયાદેવાણી પોણો, જોડીયા અને ધ્રોલમાં અડધો ઇંચ: અન્યત્ર ઝાપટાનો દોર યથાવત
છેલ્લા ૨૪ કલાક દરમ્યાન મેઘાવી માહોલ વચ્ચે હાલારમાં ઓખા મંડળ દ્વારકામાં વધુ ૩ ઇંચ વરસાદ નોંધાતા જિલ્લાનો મોસમનો કુલ સરેરાશ વરસાદ પ ઇંચ થવા પામ્યો હતો. જયારે જામનગર જિલ્લામાં ગઇકાલે લૈયારા દોઢ, હડીયાણા, ખરેડી, જાલીયાદેવાણી પોણો, જોડીયા અને ધ્રોલમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે જયારે અન્ય તાલુકા મથકો અને ગ્રામ્ય પંથકોમાં ઝાપટાનો દોર યથાવત રહેવા પામ્યો છે. યાત્રાધામ દ્વારકામાં ગઇકાલે ૩ ઇંચ વરસાદ વરસતા જગત મંદિર છપ્પન સીડીએ પાણી વહ્યાં હતાં. વરસતા વરસાદ વચ્ચે ભકતજનોએ દ્વારકાધીશનાં દર્શન કર્યા હતા.
જામનગરમાં ગઇકાલે દિવસભર વાદળછાંયુ વાતાવરણ રહ્યું હતું. શહેરના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડયો હતો. ઘડીક તડકો, ઘડીક છાંયો, ઘડીક ઝાપટાનાં આવનજાવન દિવસભર ચાલુ રહેવા પામ્યા હતા. બદલાયેલા વાતાવરણને કારણે ઠંડક અને બફારાનું મિશ્ર વાતાવરણ જોવા મળ્યું હતું.
કંટ્રોલમના જણાવ્યા અનુસાર મહતમ તાપમાન ૩૦.૫ ડીગ્રી, લઘુતમ ૨૬, ભેજ ૮૯ અને પવનની ગતિ ૨૦થી ૨૫ પ્રતિકલાક રહેવા પામી હતી. જામનગર શહેર અને સમગ્ર જિલ્લામાં ચાલુ ચોમાસામાં ભાદરવાના પ્રારંભે વરસાદનુ આગમન થયું છે. જિલ્લાના જામજોધપુર તાલુકા મથકમાં સૌથી વધુ ૧૫ ઇંચ, અને સૌથી ઓછો લાલપુરમાં ૭.૫૦ ઇંચ આજે ૧૮ સપ્ટે. સુધીમાં નોંધાયો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલુ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી નોંધપાત્ર વરસાદના અભાવે ચિંતિત બનેલા લોકોમાં આજે મેઘરાજાની મહેરથી ખુશીની લાગણી પ્રસરી હતી. ખાસ કરીને યાત્રાધામ દ્વારકામાં આજે સવારથી બપોર સુધી ધોધમાર વરસાદ વરસતા શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યું હતું. દ્વારકા પંથકમાં એક જ દિવસમાં ૩ ઈંચ જેટલો એટલે કે ૭૧ મી.મી. વરસાદ નોંધાતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લો રાજ્યના અન્ય વિસ્તારોની સરખામણીએ સામાન્ય રીતે ઓછો વરસાદ ધરાવતો વિસ્તાર છે. ચાલુ વર્ષે પણ જિલ્લામાં વરસાદનું પ્રમાણ અપેક્ષા કરતાં ઓછું રહ્યું છે. તેમાંય દ્વારકા-ઓખા મંડળમાં અત્યાર સુધી ખૂબ જ ઓછો વરસાદ નોંધાયો હતો. આવી સ્થિતિ વચ્ચે ભાદરવા માસના પ્રારંભે મેઘરાજાએ ફરીથી પધરામણી કરતાં લોકોને રાહતનો અનુભવ થયો હતો.
ગત સવારે આશરે ૧૦ વાગ્યાના અરસાથી દ્વારકામાં વરસાદ શરૂ થયો હતો. શરૂઆતમાં હળવા વરસાદ બાદ ધીમે ધીમે વરસાદે જોર પકડ્યું હતું અને ત્યારબાદ મુશળધાર વરસાદ વરસ્યો હતો. બપોર સુધી વરસાદ અવિરત રહેતાં શહેરના અનેક માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને થોડા સમય માટે અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે લાંબા સમય બાદ નોંધપાત્ર વરસાદ વરસતા વરસાદની આ હાલાકીને પણ લોકોએ રાહતના ભાવ સાથે સ્વીકારી હતી.
દ્વારકા પંથકમાં અત્યાર સુધી માત્ર આશરે ત્રણ ઈંચ જેટલો કુલ વરસાદ નોંધાયો હતો. ત્યારે આજે એક જ દિવસમાં ત્રણ ઈંચ વરસાદ પડતાં વરસાદના આંકડામાં નોંધપાત્ર વધારો થયો છે. યાત્રાધામમાં મોટી સંખ્યામાં યાત્રિકોની અવરજવર વચ્ચે પડેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને સમગ્ર પંથકમાં ચોમાસાનો માહોલ ફરી એકવાર જામ્યો હતો.
દ્વારકા ઉપરાંત જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં પણ આજે બપોરના સમયે ધોધમાર ઝાપટું વરસ્યું હતું. થોડા સમય માટે વરસાદે જોર પકડતાં ખંભાળિયામાં ૧૨ મી.મી. એટલે કે અડધો ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. વરસાદના કારણે રસ્તાઓ ભીંજાઈ ગયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
બીજી તરફ ભાણવડ અને કલ્યાણપુર તાલુકામાં આજે હળવા ઝાપટાં નોંધાયા હતા. જિલ્લામાં સર્વત્ર એકસરખો વરસાદ ન પડ્યો હોવા છતાં દ્વારકા પંથકમાં થયેલા નોંધપાત્ર વરસાદથી ખાસ કરીને ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી. ખેતી માટે વરસાદની રાહ જોઈ રહેલા ધરતીપુત્રો માટે આજનો વરસાદ આશાસ્પદ બન્યો છે.
ગત સાંજ સુધીના આંકડા મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ આશરે ૫ ઈંચ નોંધાયો છે. આગામી દિવસોમાં જિલ્લામાં વધુ વરસાદ થાય તેવી આશા સાથે લોકોની નજર હવે આકાશ તરફ મંડાઈ છે.
સમગ્ર જિલ્લામાં વરસાદ નહિંવત હોવાથી ઢોર-ઢાંખરના ચારાની સમસ્યા માલધારીઓને સતાવી રહી છે. બીજી તરફ અપૂરતા વરસાદને કારણે ખેડુતોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાદરવા માસમાં થોડો ઘણો વરસાદનું આગમન થતાં મહદ અંશે રાહત થવા પામી છે. અને ગ્રામજનો અને શહેરીજનોમાં વધારે વરસાદની આશા બંધાઇ છે. મિશ્ર વાતાવરણને કારણે શરદી, ઉધરસ, તાવ, મલેરિયાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.
૧૮ સપ્ટે. સુધી જામનગર જિલ્લાનાં તાલુકા મથકોમાં નોંધાયેલ મોસમનો કુલ વરસાદ
જામનગર-૧૩ ઇંચ, જોડીયા ૧૩, ધ્રોલ ૧૪, કાલાવડ ૧૧, લાલપુર ૭.૫, જામજોધપુર ૧૫ ઇંચ ઓખા પ, ખંભાળીયા ૬, કલ્યાણપુર ૩, અને ભાણવડ ૬ ઇંચ નોંધાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
