જામનગર: ખીજડીયા બર્ડ સેન્ચ્યુરી અને નરારા ટાપુ આજથી પ્રવાસીઓ માટે પુન: શરૂ
નિયમોનું પાલન કરવા, પક્ષીઓનાં રહેઠાણ અને કુદરતી વિસ્તારોને નુકસાન ન પહોંચાડવા તથા પર્યાવરણની સ્વચ્છતા જાળવવા તંત્ર દ્વારા અપીલ
ચોમાસાની સિઝન પૂર્ણ થતાં રામસર સાઇટ તરીકે જાહેર થયેલું જામનગર નજીકનું ખીજડિયા પક્ષી અભયારણ્ય અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠે આવેલો નરારા ટાપુ આજથી પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. સામાન્ય રીતે આ બંને સ્થળો ૧૬ ઑક્ટોબરની આસપાસ પ્રવાસીઓ માટે ખુલ્લાં મૂકવામાં આવે છે, પરંતુ આ વર્ષે વન વિભાગ દ્વારા એક સપ્તાહ વહેલી એટલે કે ૯ ઑક્ટોબરથી જ મુલાકાતીઓ માટે પ્રવેશ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જામનગરથી આશરે ૧૦ કિલોમીટરના અંતરે આવેલા ખીજડિયા પક્ષી અભયારણ્યનો વિસ્તાર આશરે ૬૦૫ હેક્ટરમાં ફેલાયેલો છે. અહીં ખારા પાણીનાં તળાવો, કાદવવાળા વિસ્તારો, ખાડીઓ, ખારાપાટ અને મેન્ગ્રોવ સહિતની વિવિધ પ્રકારની જળભૂમિ આવેલી છે. કુદરતી વાતાવરણ અને વિવિધ પ્રકારનાં રહેઠાણોને કારણે આ અભયારણ્ય સ્થાનિક તેમજ વિદેશથી સ્થળાંતર કરીને આવતાં પક્ષીઓ માટે મહત્ત્વનું સ્થળ બની રહ્યું છે.
ગત વર્ષે ખીજડિયા પક્ષી અભયારણ્યની કુલ ૧,૯૫૧ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. તેમાં ૧,૮૬૪ ભારતીય અને ૮૭ વિદેશી મુલાકાતીઓનો સમાવેશ થતો હોવાનું ઉપલબ્ધ વિગતોમાં જણાવાયું છે. વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન અહીં ૩,૦૯,૦૬૭ પક્ષીઓ નોંધાયાં હતાં, જ્યારે પક્ષીઓની કુલ ૩૩૪ પ્રજાતિઓની હાજરી નોંધાઈ હતી. આ આંકડા ખીજડિયા અભયારણ્યની પક્ષી વૈવિધ્યતાનું મહત્ત્વ દર્શાવે છે.
બીજી તરફ, નરારા ટાપુ દરિયાઈ જીવસૃષ્ટિ અને જૈવ વિવિધતા માટે જાણીતો છે. અહીં પ્રવાસીઓને દરિયાઈ જીવો, દરિયાઈ પર્યાવરણ અને કુદરતી વાતાવરણને નજીકથી નિહાળવાની તક મળે છે. ચોમાસા દરમિયાન પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવતાં આ બંને પ્રાકૃતિક સ્થળો ફરી ખુલતાં પ્રકૃતિપ્રેમીઓ અને પક્ષી નિરીક્ષકોમાં ઉત્સાહ જોવા મળવાની શક્યતા છે.
નવરાત્રી અને આગામી રજાઓના દિવસોમાં ખીજડિયા અભયારણ્ય તથા નરારા ટાપુની મુલાકાતે આવતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે. પ્રવાસીઓએ વન વિભાગના નિયમોનું પાલન કરવા, પક્ષીઓનાં રહેઠાણ અને કુદરતી વિસ્તારોને નુકસાન ન પહોંચાડવા તથા પર્યાવરણની સ્વચ્છતા જાળવવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
