દ્વારકા: કલ્યાણપુરના રાણ (લીમડી) ગામે મહાકાય મગરનું રેસ્ક્યુ

  • August 14, 2026 09:53 AM 

દ્વારકા: કલ્યાણપુરના રાણ (લીમડી) ગામે મહાકાય મગરનું રેસ્ક્યુ

તાલુકાના રાણ (લીમડી) ગામના વાડી વિસ્તારમાં મહાકાય મગર આવી ચડતાં સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ડેરાજભાઈ ગઢવીની વાડીમાં મગર દેખાતા તેમણે તાત્કાલિક વનવિભાગને જાણ કરી હતી.

મગર હોવાની જાણ વાઇલ્ડ લાઇફ વોર્ડન તથા રેન્જ ફોરેસ્ટ ઓફિસર જી.એન. માડમને કરવામાં આવતા વનવિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. રેન્જ સ્ટાફના પી.જી. નંદાણીયા અને બી.એમ. ચૌહાણ સહિતની ટીમે ભારે જહેમત બાદ મગરને સુરક્ષિત રીતે પકડી તેનું રેસ્ક્યુ કર્યું હતું.

મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યા બાદ તેને તેના કુદરતી રહેઠાણમાં સલામત રીતે મુક્ત કરવામાં આવ્યો હતો. મગરને જોવા માટે લોકોના ટોળા એકત્ર થતાં વનવિભાગની ટીમે તકેદારી રાખી સમગ્ર કામગીરી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application