ભાણવડ પંથકમાં એક મહિનામાં ૧૩૬ જેટલા સરીસૃપોનું રેસ્કયુ કરાયું
ભાણવડ પંથકમાં એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટના રેસ્ક્યુઅર્સ અને વન વિભાગના સરાહનીય સહયોગથી સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન કુલ ૧૩૬ સરીસૃપોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. સપ્ટેમ્બર ૨૦૨૫ ની સરખામણીએ આ વર્ષે સપ્ટેમ્બરમાં અજગર (૨૪) અને ખાસ કરીને મગર (૯) ના રેસ્ક્યુમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જેનું મુખ્ય કારણ પૂરતો વરસાદ ન પડવાને લીધે કુદરતી પાણીના સ્ત્રોતો ખાલી થતાં આ જીવોનું માનવ વસાહતો તરફ પ્રયાણ ગણાવવામાં આવી રહ્યું છે. આ રેસ્ક્યુ કામગીરીમાં ૪૪ નાગ, ૪ ખળ ચિતળ, ૩૧ ધામણ, ૮ જળસાપ, ૪ પસુંદરી, ૩ તાંબાપિઠ, ૨ કાળોતરો, ૨ પિત પટીત, તેમજ ૧-૧ વદંતી, ઘઉંલો, દરઘોઈ, બિલ્લી સાપ અને શ્યામશિર સાપનો પણ સમાવેશ થાય છે. આ સમગ્ર રેસ્ક્યુ ઓપરેશનમાં એનિમલ લવર્સ ટ્રસ્ટના મુખ્ય રેસ્ક્યુઅર અશોકભાઈ ભટ્ટ, મેરામણ ભાઈ, વિજય ખૂંટી, દૂદા ભાઈ, અનિલ પરમાર, ધવલ સોનગરા, અક્ષય સૂચક, હરીશ વાઘેલા તેમજ વન વિભાગના લક્ષેશ વાણિયાએ પોતાના જીવના જોખમે પ્રશંસનીય કામગીરી કરી હતી. રેસ્ક્યુ કરાયેલા તમામ સરીસૃપોને વન વિભાગના આર.એફ.ઓ. ભેસાણીયાના માર્ગદર્શન હેઠળ સુરક્ષિત રીતે બરડા પ્રાકૃતિક આવાસ (કુદરતી વાતાવરણ) માં મુક્ત કરવામાં આવ્યા હતા. વન વિભાગ અને એનિમલ લવર્સ ટીમ વચ્ચેના આ શ્રેષ્ઠ તાલમેલથી અનેક મુક જીવોના જીવ બચાવવા શક્ય બન્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
