દેવભૂમિ દ્વારકા જિલ્લા સેવા સદન ખાતે માર્ગ સલામતીનો સંદેશો આપતી બાઇક રેલી યોજાઈ
જિલ્લા પોલીસ તંત્ર તથા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી દેવભૂમિ દ્વારકા સયુંકત ઉપક્રમે યોજાયેલ બાઇક રેલીમાં માર્ગ સલામતી શપથ ગ્રહણ કરાયાં
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સેવા જ્યોત કાર્યક્રમ અનુસંધાને જિલ્લા પોલીસ તંત્ર તથા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરીના સયુંકત ઉપક્રમે જિલ્લા સેવા સદન,જામખંભાળિયાથી પોલીસ હેડક્વાર્ટર સુધી માર્ગ સલામતી સંદેશ આપતી બાઇક રેલી યોજાઈ હતી.
જાગૃત નાગરિક, સુરક્ષિત સમાજના સૂત્રને ચરિતાર્થ કરતી બાઇક રેલી બહોળી સંખ્યામાં પોલીસ જવાનો જોડાયા હતા. માર્ગ સલામતી સંદેશો આપતી આ બાઈક રેલી જિલ્લા સેવા સદન ખાતેથી શરૂ થઈ રેલવે સ્ટેશન - નગર ગેટ - જોધપુર ગેટ - આઈ.ટી.આઈ - પાયલ ચોકડી - પોલીસ હેડક્વાર્ટર ખાતે સમાપ્ત થઈ હતી. ઉપરાંત, પોલીસ હેડક્વાર્ટર ખાતે સૌએ માર્ગ સલામતી શપથ લઈ હેલ્મેટ અવશ્ય પહેરવા, ઝડપથી વાહન ન ચલાવવા, રોંગ સાઇડ વાહન ન ચલાવવા સહિતના શપથ ગ્રહણ કર્યા હતા.
આ તકે એ.એસ.પી. પ્રખરકુમાર, મામલતદાર વીરાંગ વ્યાસ, સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી જી.વી. તલસાણીયા સહિત પોલીસ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
