દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૧૬૬ ગામના રસ્તા ખખડધજ
ભ્રષ્ટાચાર અને ઓવરલોડ વાહનો સામે આમ આદમી પાર્ટી અને ખેડૂતોની કલેકટરને લેખિત રજૂઆત
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના આશરે ૧૬૬ ગામોના રોડ-રસ્તા અને પુલ-બ્રિજની હાલત અત્યંત ખખડધજ અને બિસ્માર હોવા અંગે આજરોજ જિલ્લાના ખેડૂત આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિતમાં તમામ આધાર-પુરાવા સાથે રજૂઆત કરવામાં આવી હતી.
રજૂઆતમાં જણાવ્યા મુજબ, જિલ્લાના અનેક રસ્તાઓના કામના ટેન્ડર મંજૂર થઈ ગયા હોવા છતાં એજન્સીઓ દ્વારા જાણી જોઈને કામ શરૂ કરવામાં આવતું નથી. જે રસ્તાઓના કામ ચાલુ છે તેમાં નબળી ગુણવત્તાવાળું મટીરીયલ વાપરી ભ્રષ્ટાચાર આચરી તિજોરી ભરવામાં આવી રહી છે.
ખાનગી વીજ વહન અને વીજ ઉત્પાદન કરતી કંપનીઓ દ્વારા નિયમ વિરુદ્ધ ઘઉઈ (ઓવર ડાયમેન્શનલ કેરેજ) અને ઓવરલોડેડ ભારે વાહનો, રોડ અને પુલની ક્ષમતા ન હોવા છતાં તેના પરથી ચલાવીને ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓને તહસ-નહસ કરી નાખવામાં આવ્યા છે.
આ ગંભીર બાબતે તાત્કાલિક તટસ્થ તપાસ કરી, જવાબદાર એજન્સીઓ અને કંપનીઓ સામે કડક કાર્યવાહી કરી, વહેલી તકે રસ્તાઓનું સમારકામ કરવામાં આવે અને મંજૂર થયેલ રસ્તાઓનું એજન્સીઓ દ્વારા તત્કાલીન કામ ચાલુ કરવામાં આવે તેવી ૧૬૬ ગામના ખેડૂતો વતી ઉગ્ર માંગ કરવામાં આવી છે.
દરેક રોડ જ્યાંથી શરૂ થતો હોય ત્યાં તે રોડની અને પુલ બ્રિજની કેટલી કેપેસિટી છે તેના બોર્ડ લગાડવામાં આવે વધુ ઓવરલોડ વાહનો નિયમો વિરુદ્ધ ચાલતા હોય તે બંધ કરવામાં આવે.
આ બાબતે આમ આદમી પાર્ટીના દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રમુખ રાણ જીલ્લા પંચાયતના સદસ્ય રામજીભાઈ પરમાર દ્વારા ૧૬૬ ગામના ખેડૂતો આગેવાનોને સાથે લઈ ને સમયસર કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
