ખંભાળિયા: એરફોર્સ વિસ્તાર નજીકથી ૧૫ લાખના સળિયાની ચોરી

  • June 02, 2026 03:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા: એરફોર્સ વિસ્તાર નજીકથી ૧૫ લાખના સળિયાની ચોરી

ખંભાળિયા - જામનગર હાઈવે પર અત્રેથી આશરે ૪ કિલોમીટર દૂર એરફોર્સની જમીન વિસ્તારમાંથી થોડા દિવસો પૂર્વે જુદી-જુદી સાઈઝના લોખંડના સળિયાની ચોરી થયાનું ખુલવા પામ્યું હતું.
​​​​​​​
આ અંગે રાજસ્થાન રાજ્યના જોધપુર જિલ્લાના મૂળ વતની અને હાલ અહીં એક ખાનગી કંપનીમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા સંજીબકુમાર સુધાકર મંડલ (ઉ.વ. ૫૪) એ અહીંના પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવાયું છે કે એરફોર્સની બાયડી વાળી જમીનમાંથી કોઈ તસ્કરોએ ગુરમુખદાસ ક્ધસ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડની સાઈટમાં પ્રવેશ કર્યો હતો.
અહીં રાખવામાં આવેલા જુદી જુદી સાઈઝના અને વજનના કુલ ૨૫,૦૦૦ કિલોગ્રામ જેટલા લોખંડના સળિયા ચોરી કરીને લઈ ગયા હોવાનું ખુલવા પામ્યું છે. આશરે રૂપિયા ૧૫ લાખ જેટલી કિંમતના આ લોખંડના સળિયાની ચોરી કરવા સબબ ખંભાળિયા પોલીસે તસ્કરો સામે ગુનો નોંધી, અહીંના પી.આઈ. સી.આર. રાણા તથા સ્ટાફ દ્વારા તસ્કરોને ઝડપી લેવા માટે વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application