ITRA જામનગર દ્વારા આયુર્વેદ દિવસ નિમિતે 'રન ફોર આયુર્વેદ' દોડ યોજવામાં આવી

  • September 23, 2026 10:05 AM 

ITRA જામનગર દ્વારા આયુર્વેદ દિવસ નિમિતે 'રન ફોર આયુર્વેદ' દોડ યોજવામાં આવી

આજ રોજ ૨૩ સપ્ટેમ્બર 'આયુર્વેદ દિવસ' નિમિતે ITRA જામનગર દ્વારા રન ફોર આયુર્વેદનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાયરેક્ટર પ્રો. ડૉ. તનુજા નેસરીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં ITRAના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. 

આજે સવારે ૬:૩૦ કલાકે ITRA કેમ્પસ ખાતેથી પ્રસ્થાન કરી વાલકેશ્વરી નગરી, સત્ય સાઈ સ્કૂલ, જોગર્સ પાર્ક, વિરલબાગ, ડીકેવી સર્કલ થઈ ધન્વંતરી મંદિર ખાતે આ રેલી સંપન્ન થઈ હતી.

સ્વસ્થ આવતીકાલ માટે આયુર્વેદની વર્ષ ૨૦૨૬ની થીમ સાથે આયુર્વેદ જીવનશૈલી સાથે અપનાવવાના ઉદ્દેશથી આ આયોજન કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application