ખંભાળિયામાં જાહેરમાં પાંજરામાં પૂરીને મરઘીના બચ્ચાંનું વેચાણ: પશુ સંસ્થાએ ૧૪૦થી વધુ બચ્ચાંને બચાવ્યા
ખંભાળિયાના રેલવે સ્ટેશન નજીક જાહેરમાં પાંજરામાં પૂરીને મરઘીના નાનકડા બચ્ચાંનું વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવતા એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા.
ઉત્તર પ્રદેશ રાજ્યના રહીશ એવા માતલુંબ નામના વ્યક્તિ દ્વારા મરઘીના બચ્ચાંનું વેચાણ કરવામાં આવતું હોવાનું જાણવા મળ્યું હતું. સ્થળ પર પાંજરામાં રાખવામાં આવેલા ૧૪૦થી વધુ નાનકડા બચ્ચાં જોવા મળ્યા હતા. કેટલાક બચ્ચાંને રંગબેરંગી કલર કરવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું હતું.
અહીંની પશુ સેવા સંસ્થા એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમગ્ર મામલે પૂછપરછ કરી બચ્ચાંને વેચાણમાંથી લઈ લેવામાં આવ્યા હતા. આ તમામ બચ્ચાંને સુરક્ષાના હેતુસર એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત બળદ આશ્રમ ગૌશાળામાં રાખવામાં આવ્યા છે.
સંબંધિત વ્યક્તિને ભવિષ્યમાં આ પ્રકારના નાનકડા જીવને પાંજરામાં પૂરીને જાહેરમાં વેચાણ ન કરવા અંગે સૂચના આપવામાં આવી હતી. ટ્રસ્ટ દ્વારા જણાવ્યું હતું કે, મુદ્દો માત્ર રૂ. ૨૦માં બચ્ચાંના વેચાણનો નથી, પરંતુ જીવંત પ્રાણીઓને જાહેરમાં પાંજરામાં પૂરીને વેચાણ કરવું અને તેમની સાથે રંગરોગાન કરી રમકડાં જેવો વ્યવહાર કરવો તે ગંભીર બાબત છે. અબોલ જીવ કોઈ વસ્તુ નથી કે જેની કિંમત લગાવીને વેચાણ કરવામાં આવે. દરેક જીવ પ્રત્યે જીવદયા, સંવેદના અને માનવતા હોવી જરૂરી છે.
અબોલ જીવોની સુરક્ષા અને જીવદયાના સંદેશ સાથે એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે, આવા બચ્ચાં કે અન્ય અબોલ જીવોનું જાહેરમાં વેચાણ કે ત્રાસ જોવા મળે તો જવાબદાર તંત્રને જાણ કરી તેમની સુરક્ષા માટે આગળ આવવું જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
