દેવભૂમિ દ્વારકા: જામ ખંભાળિયામાં સફાઈ કર્મચારીઓ અને પાલિકા આમને-સામને
પ્રશ્નો નહીં ઉકેલાય તો સફાઈ કામ બંધ કરવાની ચીમકી
દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડામથક જામ ખંભાળિયામાં સફાઈ કર્મચારીઓ અને નગરપાલિકાના સત્તાધીશો આમને-સામને આવી ગયા છે. કર્મચારીઓએ પોતાના વિવિધ પડતર પ્રશ્નો મુદ્દે ચીફ ઓફિસર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી છે. કર્મચારીઓનો આક્ષેપ છે કે શહેરમાં વિસ્તાર અને વસ્તીમાં સતત વધારો થયો હોવા છતાં લાંબા સમયથી નવા સફાઈ કર્મીઓની ભરતી કરવામાં આવી નથી. ગત વર્ષે પાલિકાની સામાન્ય સભામાં નવી ભરતી અંગે ઠરાવ પસાર થયો હોવા છતાં તેનો કોઈ અમલ કરવામાં આવ્યો નથી.
આ ઉપરાંત નિવૃત્ત થયેલા કર્મચારીઓને છેલ્લા ત્રણથી ચાર મહિનાથી નિવૃત્તિ વિષયક લાભો મળ્યા ન હોવાની ફરિયાદ સાથે હક ફંડ સહિતના તમામ નાણાં તાત્કાલિક ચૂકવવાની માંગ ઉઠાવવામાં આવી છે. કર્મચારીઓની રજૂઆત સામે ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે કારોબારી સમિતિની મંજૂરી મળ્યા બાદ નિવૃત્તિ લાભો ચૂકવવાની તજવીજ હાથ ધરાશે. તેમણે વધુમાં માહિતી આપી હતી કે સ્વચ્છ-સુંદર શહેર યોજના હેઠળ આશરે ૨૦ આઉટસોર્સ કર્મચારીઓની ભરતી કરાઈ છે અને આગામી સમયમાં સરકારની મંજૂરી મેળવીને વધુ ૪૫ થી ૫૦ રોજમદાર કે કરાર આધારિત સફાઈ કર્મીઓની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
દરમિયાન, સફાઈ કર્મચારીઓએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો આજની બેઠકમાં તેમની માંગણીઓ અંગે કોઈ યોગ્ય નિર્ણય નહીં લેવાય તો સમગ્ર શહેરમાં સફાઈ કામગીરી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે. જો કર્મચારીઓ હડતાળ પર ઉતરશે તો ગાંધી જયંતિ ટાણે જ ખંભાળિયા શહેરમાં ગંદકીની ગંભીર સમસ્યા સર્જાવાની દહેશત સેવાઈ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
