ખંભાળિયાની સરકારી વિનયન-વાણિજ્ય કોલેજમાં વિજ્ઞાન પ્રવાહનો થયો પ્રારંભ

  • May 16, 2026 11:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
  

ખંભાળિયાની સરકારી વિનયન-વાણિજ્ય કોલેજમાં વિજ્ઞાન પ્રવાહનો થયો પ્રારંભ

પ્રવેશ મેળવવા ઇચ્છુક વિધાર્થીઓએ ગુજરાત કોમન ઍડમિશન સર્વિસિસના માધ્યમથી ફોર્મ ભરી શકશે


સરકારી વિનયન વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ, જામખંભાળિયામાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૬ -૨૭થી વિજ્ઞાન પ્રવાહની શરૂઆત કરવામાં આવી છે. અદ્યતન સુવિધા તેમજ નવીન બિલ્ડિંગ ધરાવતી સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજમાં પ્રવેશ મેળવવા ઇચ્છુક ધોરણ ૧૨ના વિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓએ ૠઈઅજ (ગુજરાત કોમન ઍડમિશન સર્વિસિસ)ના માધ્યમથી ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ ખાતે ફ્રી ફોર્મ ફિલિંગ સેન્ટરમાં સવારે ૦૯ થી બપોરના ૦૧ કલાક સુધી વિનામૂલ્યે ફોર્મ ભરી આપવામાં આવશે અને ત્યારબાદ મેરીટના આધારે એડમિશન આપવામાં આવશે તેમ આચાર્ય, સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ, જામખંભાળિયાની યાદીમાં જણાવાયું છે. 

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News