જામનગરમાં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સેલ્ફ ડિફેન્સ તાલીમ તથા જાગૃતિ કાર્યક્રમ યોજાયો
જામનગર જિલ્લા પોલીસ અધિકારીના હુકમથી તથા એસ.બી. શર્મા પબ્લિક સ્કૂલ, જામનગરના સહયોગથી આજે શાળાના વિદ્યાર્થીઓ માટે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સેલ્ફ ડિફેન્સ તાલીમ તથા વિવિધ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને સેલ્ફ ડિફેન્સની લાઈવ ડેમો દ્વારા પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓને પોતાની સુરક્ષા અંગે જાગૃત બનાવવા તેમજ કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિમાં સાવચેતી અને આત્મવિશ્વાસ સાથે વર્તવાની જરૂરી માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સરકારની વિવિધ હેલ્પલાઇન અંગેની જાણકારી આપવામાં આવી હતી. ઉપરાંત, બાળકોની સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ એવા Good Touch અને Bad Touch અંગે સરળ ભાષામાં સમજ આપવામાં આવી હતી, જેથી બાળકો યોગ્ય અને અયોગ્ય સ્પર્શ વચ્ચેનો તફાવત સમજી શકે અને જરૂરિયાત સમયે યોગ્ય વ્યક્તિનો સંપર્ક કરી શકે.
આ ઉપરાંત SOG (Special Operations Group) દ્વારા વિદ્યાર્થીઓને Narcotics Drugs તથા ડ્રગ્સના દુષ્પ્રભાવ અંગે જાગૃતિ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓને ડ્રગ્સથી દૂર રહેવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ જાગૃતિ ફેલાવતા પેમ્પ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા બાળકોની સુરક્ષા, સેલ્ફ ડિફેન્સ, હેલ્પલાઇન તથા નશીલા પદાર્થો સંબંધિત વિવિધ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેના સચોટ અને સંતોષકારક જવાબો સંબંધિત અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યા હતા. અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી ઉપયોગી માહિતી અને માર્ગદર્શનથી વિદ્યાર્થીઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા.
આ સમગ્ર કાર્યક્રમમાં શિક્ષકગણ તથા આશરે 250 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં સુરક્ષા અંગે જાગૃતિ, આત્મવિશ્વાસ અને જવાબદારીની ભાવના વિકસાવવાનો હતો.એસ.બી. શર્મા પબ્લિક સ્કૂલના પ્રિન્સિપાલ ડો.પુજા એ. શર્મા દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષા અને સર્વાંગી વિકાસ માટે આવા જાગૃતિપ્રદ કાર્યક્રમોના આયોજન બદલ જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક તથા સંબંધિત અધિકારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
