ભારત સરકાર દ્વારા દર વર્ષે તા.૦૫ થી ૧૨ ઓક્ટોબર દરમિયાન ‘RTI Week Celebration’નું આયોજન કરવામાં આવે છે. આ ઉજવણીના ભાગરૂપે ગુજરાત માહિતી આયોગ, ગાંધીનગર દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લા સેવા સદન ખાતે “માહિતી અધિકાર સપ્તાહ ઉજવણી - ૨૦૨૬” અંતર્ગત પરિસંવાદ રાજ્ય મુખ્ય માહિતી કમિશનરશ્રી નિખિલ ભટ્ટના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પરિસંવાદમાં જામનગર કલેક્ટર કચેરી ખાતેથી કલેક્ટર પી.બી.પંડયા સહિતના અધિકારીશ્રીઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પરિસંવાદમાં જોડાયા હતા.
પરિસંવાદમાં રાજ્ય માહિતી કમિશનર શ્રી નિખિલ ભટ્ટે જણાવ્યું હતું કે, માહિતીનો અધિકાર અધિનિયમ-૨૦૦૫ દ્વારા નાગરિકોને સમયમર્યાદામાં ચોકસાઈપૂર્વક માહિતી મળવી જોઈએ. રાજ્યનો નાગરિક આ કાયદા હેઠળ જાહેર હિતની કોઈપણ જાહેર સત્તામંડળ પાસેથી માહિતી મેળવી શકે છે. જાહેર સત્તામંડળોએ કાયદામાં નિયત કરેલ સમયમર્યાદામાં માહિતી પૂરી પાડવી જોઈએ અને જાહેર માહિતી અધિકારીઓ અને અપીલ સત્તાધિકારીઓ દ્વારા માહિતી આપવામાં જે ક્ષતિઓ રહી જાય છે તે કેવી રીતે નિવારી શકાય તેની ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી હતી.
આ કાયદા અંતર્ગત પ્રેઝન્ટેશનના માધ્યમથી માહિતી અધિનિયમની વિવિધ જોગવાઈઓ, RTI અરજીઓનો સમયસર નિકાલ, જાહેર માહિતી અધિકારી (PIO)ની જવાબદારીઓ, માહિતી પૂરી પાડવાની પ્રક્રિયા તથા પ્રથમ અપીલ સંબંધિત કાર્યવાહી અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ ઉપરાંત, જાહેર કરી શકાય તેવી માહિતી અરજીઓના સમયમર્યાદામાં નિકાલ, સંબંધિત રેકોર્ડની જાળવણી તથા ત્રાહિત પક્ષકારની માહિતી અંગેની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. તેમજ દરેક વિભાગ- સંબંધિત કચેરીઓ પ્રો-એક્ટિવ ડિસ્ક્લોઝર નિયમોનુસાર તૈયાર કરવા તથા તેને અદ્યતન રાખવા અંગેની રાજ્ય માહિતી કમિશનર નિખિલ ભટ્ટે ભારપૂર્વક સમજ આપી હતી. જેથી મળતી અરજીઓનો ઝડપથી નિકાલ કરી શકાય અને નાગરિકોને જરૂરી માહિતી વેબસાઇટ અથવા કચેરીના નોટિસ બોર્ડ ઉપરથી મળી રહે.
આ પરિસંવાદમાં આર.ટી.આઇ. વીડીયો-પોડકાસ્ટ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં આર.ટી.આઈ અધિનિયમની વિવિધ કલમોની માહિતી વિસ્તૃત સ્વરૂપે આપવામાં આવી હતી.
આ પરિસંવાદમાં સહભાગી એવા તમામ અધિકારી-કર્મચારીઓને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી આર.ટી.આઈ અધિનિયમની માહિતી વિસ્તૃત રીતે પુરી પાડવામાં આવી હતી.
માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ અંતર્ગત યોજાયેલ સેમિનારમાં જામનગર કલેક્ટર કચેરી ખાતેથી વિડિઓ કોન્ફરન્સમાં માધ્યમથી જિલ્લા વિકાસ અધિકારી નિશા, જિલ્લા પોલીસ વડા ડો.રવિ મોહન સૈની, નિવાસી અધિક કલેક્ટર વિમલ ચૌધરી, વિવિધ કચેરીઓના જાહેર માહિતી અધિકારીઓ, જાહેર માહિતી અપીલ અધિકારીઓ વગેરે જોડાયા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
