જામનગર: ભાડા અધિનિયમ-૨૦૨૬ના વિરોધ બાદ સરકાર સાથે સમાધાન
કાલાવડ બાર એસોસિએશને હડતાલ સમેટી કોર્ટ કામગીરી ફરી શરૂ કરી
ભાડા અધિનિયમ-૨૦૨૬માં કરવામાં આવેલી નવી જોગવાઈઓના વિરોધમાં કાલાવડ બાર એસોસિએશન દ્વારા અસંતોષ વ્યક્ત કરી કામગીરીથી અળગા રહેવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ વિવાદાસ્પદ જોગવાઈઓ સામે વિરોધ નોંધાવી ગઈકાલે કાલાવડ બાર એસોસિએશન પણ રાજ્યભરના વકીલો સાથે જોડાઈને કોર્ટ કામગીરીથી અલિપ્ત રહ્યું હતું અને હડતાલ પાડી હતી.
જોકે, ગઈકાલે સાંજે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તેમજ બાર એસોસિએશનના તમામ સભ્યોની સરકાર સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વકીલોની વિવિધ માંગણીઓ સંદર્ભે સકારાત્મક ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી અને સરકાર તરફથી વકીલોની માંગ પૂર્ણ કરવાની તેમજ આગામી દિવસોમાં તેનો સુચારુ ઉકેલ લાવવાની સ્પષ્ટ ખાતરી આપવામાં આવી હતી.
સરકાર સાથેની સફળ વાટાઘાટો બાદ હડતાલનો સુખદ અંત આવ્યો છે, જેના પગલે આજથી રાજ્યભર સહિત કાલાવડ બાર એસોસિએશનના વકીલોએ પણ હડતાલ પાછી ખેંચીને નિયમિત કોર્ટ કાર્યવાહી શરૂ કરી દીધી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
