જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં ૮ ગ્રામ ક્લસ્ટરોમાં ‘સેવાસેતુ’ કાર્યક્રમનું આયોજન કરાશે
જામનગર તા ૧૬ સપ્ટેમ્બર, જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં નાગરિકોને તેમના ગામના નજીકના સ્થળે સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ મળી રહે તે હેતુથી કાલાવડ તાલુકામાં ‘સેવાસેતુ કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું છે. તાલુકા કક્ષાએ ક્લસ્ટર પદ્ધતિથી યોજાનારા આ કાર્યક્રમમાં મુખ્ય ગામની સાથે આસપાસના સંકળાયેલા ગામોના નાગરિકોને પણ સેવાઓનો લાભ આપવામાં આવશે.
તા.૨૩ સપ્ટેમ્બરના રોજ મુળીલા ક્લસ્ટર હેઠળના ગામો જેમાં દાણીધાર ખાતે સેવાસેતુ કેમ્પ યોજાશે. જ્યાં બાલંભડી, ભગત ખીજડીયા, કોઠા ભાડુકીયા, ખીજડીયા, મોટા ભાડુકીયા, ટોકા, લ.ભાડુકીયા, બામણગામ, નપાણિયા ખીજડીયા, સણોસરા, ખરેડી, અને મુળીલા ગામના લોકો લાભ લઇ શકશે.
તા.૨૫ સપ્ટેમ્બરના રોજ નાનાવડાળા ગામે પટેલ સમાજ ખાતે ડાંગરવાડા, ડેરી, બેડીયા, પીપર, રાજડા, માખાકરોડ, કાલમેઘડા, મોરીદડ, ગુંદા, મેટીયા, ધાં પીપળીયા, નાના વડાળા ગામના લોકો લાભ લઇ શકશે.
તા.૨૮ સપ્ટેમ્બરના રોજ, મોટી માટલી પ્રાથમિક શાળા ખાતે યોજાનાર સેવાસેતુ કાર્યક્રમમાં ખાનકોટડા, ખંઢેરા, હરીપર, વોડીસાંગ , સરાપાદર, બાંગા, બેરાજા, નાની ભલસાણ, ડું. દેવળીયા, રામપર, રવશીયા, મોટી માટલી ગામના લોકોને સેવાસેતુ અંતર્ગત લાભો એનાયત કરાશે.
તા.૩૦ સપ્ટેમ્બરના રોજ જીવાપર ગામે સમાજ ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાશે. જેમાં વિભાણિયા, મકાજી મેધપર, મોટી નાગાજર, નાની નાગાજર, કૃષ્ણનગર, સતીયા, સોરઠા, વિરવાવ, ભીમાનું ગામ, બાવા ખાખરીયા, ભાયુ ખાખરીયા, પીઠડીયા, પીઠડપુર, મોટાવડાળા, જીવાપર, તા.૧ ઓકટોબરના રોજ નવાગામ તાલુકા શાળા ખાતે ધૂન ધોરાજી, ઉમરાળા, હ.સરવાળીયા, મોટી વાવડી, મેવાસા, હરીપર, જામવાડી, જાલણસર, રીનારી, માછરડા, ફગાસ, ભંગડા, નવાગામના લોકો માટે સેવાસેતુ કેમ્પ યોજાશે.
૫ ઓકટોબરના રોજ નાની ભગોડી હાઇસ્કુલ ખાતે લક્ષ્મીપુર(દૂધાળા), દાવલી, મોટી ભગોડી, નાગપુર, ગોલણીયા, લલોઈ, ગલપાદર, હંસ્થળ, ચેલાબેડી, નાની વાવડી, નાની બાદનપર, નાની ભગેડી ગામના લોકો માટે સેવાસેતુ કેમ્પ યોજાશે.
૭ ઓકટોબરના રોજ મોટા પાંચદેવડા ગામે હાઇસ્કુલ ખાતે અરલા, નાના પાંચદેવડા, છતર, મછલીવડ, બોડી, સાવલી, મોરવાડી, વજીર ખાખરીયા, સનાળા, પીપળીયા, સરવાણીયા, મોટા પાંચદેવડાના ગ્રામજનો માટે સેવાસેતુ કેમ્પ યોજાશે.
૮ ઓકટોબરના રોજ આંણંદપર કુમાર પ્રાથમિક શાળા ખાતે જશાપર, મણવર ખીજડીયા, શીશાંગ, નવા ખાખરીયા, રાજસ્થળી, ખી.સણોસરા, નિકાવા, પાતામેધપર, ખડ ધોરાજી, જુવાનપુર, આણંદપરના લોકો માટે સેવાસેતુ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ક્લસ્ટરોમાં મુખ્ય ગામ ઉપરાંત આસપાસના અનેક સંકળાયેલા ગામોને આવરી લેવામાં આવ્યા છે, જેથી વધુમાં વધુ ગ્રામજનોને એક જ સ્થળેથી સરકારી સેવાઓનો લાભ મળી શકે. આ સેવાસેતુ કાર્યક્રમનો વધુમાં વધુ લોકોને લાભ લેવા જામનગર ગ્રામ્ય પ્રાંત અધિકારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
