દ્વારકા જિલ્લામાં મેઘાનો રાતવાસો: દરિયામાં કરંટ: બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ
ઓખા મંડળ, કલ્યાણપુર એક એક, ખંભાળીયા, ભાણવડ, બે બે ઇંચ વરસાદ નોંધાયો
સમગ્ર રાજયમાં સૌથી ઓછો વરસાદ એટલે કે નહીંવત વરસાદ દ્વારકા જિલ્લાના ઓખા મંડળમાં નોંધાયો હતો સમગ્ર જિલ્લાનાં લોકો વરસાદની આતુરતાપુર્વક રાહ જોઇ રહ્યા હતા. ભાદરવાના પ્રારંભે જ સમગ્ર જિલ્લામાં મેઘાવી માહોલ છવાયો હતો અને મેઘરાજાએ શ્રીગણેશ કર્યા હતા.
છેલ્લા દોઢ માસથી સમગ્ર દ્વારકા જિલ્લાને મેઘાએ રાહ જોવડાવ્યા બાદ ભાદરવાના પ્રારંભથી વાતાવરણ પલ્ટાની સાથે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. વરસાદ અને ભારે પવનની આગાહીને પગલે બન્ને જિલ્લાના તમામ બંદરો પર ૩ નંબરનું સીગ્નલ લગાડવામાં આવ્યું છે. સમગ્ર હાલારમાં સાર્વત્રિક વરસાદથી હર્ષની લાગણી ફેલાઇ જવા પામી છે.
હવામાન ખાતાની આગાહી વચ્ચે છેલ્લા બે દિવસથી દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં વાતાવરણમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. ગઇકાલે વહેલી સવારથી કેટલાક વિસ્તારોમાં હળવાથી હળવા વરસાદી છાંટા શરૂ થયા હતા ત્યારબાદ દિવસ દરમ્યાન સમયાંતરે વરસાદી ઝાપટા વરસતા સાંજ અને રાત્રીના સમયે અનેક વિસ્તારોમાં મેઘરાજાએ પોતાની જોરદાર હાજરી પુરાવી હતી.
જિલ્લામાં પણ વરસાદી ઝાપટાનો દોર યથાવત રહ્યો હતો. દ્વારકા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. નાના નાના જળાશયો તળાવો તથા અન્ય જળસ્ત્રોતમાં પણ ધીમે ધીમે પાણીની આવક શરૂ થઇ છે. વરસાદનાં અભાવને કારણે લાંબા સમયથી સૂકાભઠ્ઠ બનેલા ખેતરોમાં વરસાદ વરસતા ખેડુતોમાં પણ રાહતની લાગણી જોવા મળી રહી છે.
સવારના છ વાગ્યા સુધીના ૨૪ કલાક દરમ્યાન પીએચસી સેન્ટર દ્વારા જણાવાયા અનુસાર દ્વારકા જિલ્લામાં ખંભાળીયામાં આજે સવારના ૧૦ સુધીમાં ર, ઓખા મંડળ ૧, કલ્યાણપુર ૧, અને ભાણવડમાં ૨ ઇંચ વરસાદ પડયો છે.
આજે સવારે ૧૦ વાગ્યા સુધીમાં છેલ્લા ચોવીસ કલાકના વરસાદના આંકડા પર નજર કરીએ તો ભાણવડ તાલુકામાં ર ઇંચ, ખંભાળીયા ર, કલ્યાણપુર સવા ઇંચ, દ્વારકા તાલુકામાં એક ઇંચ આમ જિલ્લાનાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ચાર ઇંચ સુધી નોંધાયો છે.
ગ્રામ્ય વિસ્તારોના માર્ગો પર ગઇકાલથી શરૂ થયેલ વરસાદને લીધે માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. હાલમાં પણ જિલ્લામાં વરસાદી ઝાપટાનો દોર યથાવત રહેતા ગ્રામ્ય વિસ્તારોમાં પણ માર્ગો પર પાણી ફરી વળ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચોમાસના મહત્વના શ્રાવણ માસ દરમ્યાન અપેક્ષા મુજબ વરસાદ ન વરસતા ખેડુતો સહિત ગ્રામજનોમાં ચિંતા જોવા મળી રહી હતી. પરંતુ ભાદરવાના પ્રારંભે જ મેઘરાજાની કૃપાનો પ્રારંભ થતા ખેડુતો માટે અને ઢોર ઢાંખર માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે. વધુ વરસાદની પણ આશા જીવંત રહેવા પામી છે. દ્વારકા જિલ્લાનાં સલાયા, કલ્યાણપુર, જામરાવલ, બેટ દ્વારકા, ભાણવડ, ગુંદા, સહિતના ગામોમાં સાર્વત્રિક વરસાદની મેઘમહેર થઇ છે.
ખેતરોમાં ઉભા પાકને જરૂરી ભેજ મળતા પાકના વિકાસમાં પણ ફાયદો થવાની સંભાવના દર્શાવાઇ રહી છે સાથોસાથ ગ્રામ્ય વિસ્તારોમાં અબોલ પશુધન માટે જરૂરી ઘાસચારાની વ્યવસ્થા માટે આ વરસાદ મહત્વનો સાબિત થશે. જો આગામી દિવસોમાં પણ આ વરસાદી માહોલ જળવાઇ રહે તો જિલ્લાના જળસ્ત્રોતોમાં પણ વધુ પાણીની આવક સાથે ખેતી માટેની સ્થિતિમાં પણ સુધારો થવાની આશા બંધાઇ છે.
સમગ્ર દ્વારકા તાલુકા મથક અને ગ્રામ્ય પંથકોમાં ભાદરવા માસમાં મેઘમહેર તથા ખેડુતો, ગ્રામજનો, શહેરીજનોમાં હર્ષની લાગણી પ્રસરી જવા પામી છે. ખાસ કરીને છેલ્લા દોઢ મહિનાથી મેઘાએ આતુરતાપુર્વક રાહ જોવડાવ્યા બાદ વરસાદનું આગમન થતા નદીનાળાના જીવમાં પણ જીવ આવ્યો છે. સમગ્ર પંથકમાં હાશકારા સાથે હર્ષની લાગણી વ્યાપી છે. લોકોમાં ભાદરવાના પ્રારંભે જ વરસાદનો પ્રારંભ થવાથી વધુ વરસાદની ખેડુતો અને ગ્રામજનો સાથે શહેરીજનોને પણ આશા બંધાઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
